*Really Nice Msg..👇*
--------------------
*પૂજા મૂર્તિ ની કરીએ છીએ કે ભગવાન ની ?*
એક ભાઈ ખૂબ ધાર્મિક હતા...
ઘર માં એક સરસ મજા નું નાનું મંદિર બનાવેલું....
એમાં ભગવાન ની મૂર્તિ પધરાવી ને તેની સવાર-સાંજ પૂજા કરતા હતા...
*ભગવાન કૃષ્ણ પ્રત્યે એમને અપાર શ્રદ્ધા આથી મુરલીધર ની મૂર્તિ ની પૂજા કરતા હતા...*
એકવાર કોઈ મોટી નાણાકીય મુશ્કેલી આવી......
એણે ઘર મંદિર માં રહેલી મૂર્તિ સમક્ષ મુશ્કેલીના નિવારણ માટે પ્રાર્થના કરી..
સમસ્યાનો નિવેડો આવવા ને બદલે સમસ્યા વધતી ચાલી..
દિવસે દિવસે આ ભાઈ ને ભગવાન પ્રત્યે ની શ્રદ્ધા ઘટવા લાગી....
*ભગવાન કૃષ્ણ કંઈ કામ કરતા નથી એવી માન્યતા દ્રઢ થઈ એટલે એણે નક્કી કર્યું કે જે મારી મુશ્કેલી ના સમયે મને મદદ ન કરે એની પૂજા મારે શા માટે કરવી જોઈએ ?*
ભગવાન કૃષ્ણ ની મૂર્તિ મંદિર માં થી દૂર કરી અને ભગવાન રામને પધરાવ્યા
હવે એ ભગવાન રામ ની મૂર્તિ ની પૂજા કરવા લાગ્યો..
એક દિવસ સવાર માં ભગવાન રામ ની મૂર્તિ ની પહેરાવેલા કપડા પર એ ભાઈ અત્તર છાંટતા હતા... અત્તર ખૂબ સારું હતું. અત્તર છાંટતા છાંટતા એમનું ધ્યાન મંદિર માં થી દૂર કરેલી અને ઘર ના ખૂણા માં રાખી મૂકેલી કૃષ્ણ ની મૂર્તિ તરફ ગયું....
*એ ભાઈ ઊભા થયા અને કૃષ્ણ ની મૂર્તિ ના નાક માં રૂ ભરાવી દીધું અને પછી બોલ્યો _ કંઈ કામ તો કરતા નથી તો પછી આ અત્તર ની સુગંધ મફત માં નહીં મળે _*
ભગવાન કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા અને મૂર્તિ માં થી પ્રગટ થયા. પેલો ભક્ત તો જોઈ જ રહ્યો. એણે ભગવાન ને ફરિયાદ કરી, “ આટલાં વર્ષો થી તમારી પૂજા કરતો હતો પણ કોઈ દિવસ મને દર્શન નથી આપ્યાં અને હવે તમારી પૂજા બંધ કરી ત્યારે કેમ દર્શન દીધાં ? ”
ભગવાને હસતાં હસતાં કહ્યું, “અત્યાર સુધી તું મને *માત્ર મૂર્તિ જ* સમજતો હતો પણ આજે પહેલી વાર મને પણ અત્તરની સુગંધ આવતી હશે એમ માનીને તે મને મૂર્તિને બદલે જીવંત સમજ્યો.”
*મિત્રો આપણે પણ આપણી જાતને સવાલ પૂછવા જેવો છે કે મંદિર માં આપણે માત્ર મૂર્તિ નાં દર્શન કરવા જઈએ છીએ કે સાક્ષાત પ્રભુ ને મળવા જઈએ છીએ ?*
*જો સંપૂર્ણ એમના પર વિશ્વાસ રાખશું તો હંમેશા સાથે જ છે બસ આપણો વિશ્વાસ અતૂટ હોવો જોઈએ*
*મંદિરે જાવ એટલે ભગવાન સાથે વાત કરજો ને એમની વાત સાંભળવા માટે પણ ઉભા રહેજો એ જરૂર થી જવાબ આપશે જ.....*
*ચેક કરજો ચોક્કસ જવાબ મળશે*
🙏🏻🙏🏻🙏🙏