એક સાહબે અબુ હફ્સ કાગઝી(રહ.)ને તેમનાં મૃત્યુ પછી સપનાંમાં જોયા. એમને પુછ્યુ કે શું મામલો થયો? એમણે કહ્યુ કે અલ્લાહ તઆલાએ મારા પર રહમ(કૃપા કરી) ફરમાવ્યો,મારી મગફીરત ફરમાવી(ક્ષમા કરી દીધો)ને જન્નતમાં દાખલ કરવાનો હુકમ આપી દીઘો. તેમણે કહ્યુ આ કેવી રીતે થયુ? એમણે કહ્યુ કે જ્યારે મારી હાજરી થઈ તો ફરિશ્તાઓને હુકમ આપવામાં આવ્યો. તેઓએ મારાં ગુનાહ અને મારા દુરૂદ શરીફ ને ગણ્યા તો મારા દુરૂદ શરીફ ગુનાહોથી વઘી ગયા તો મારાં અલ્લાહ તઆલાએ ઈરશાદ ફરમાવ્યુ કે “હે ફરિશ્તાઓ બસ બસ અગાડી હિસાબ ન કરશો અને તેને મારી જન્નતમાં લઈ જાવો.”