Maha Shivratri Measure For Shivji
મહાશિવરાત્રિઃ કિસ્મત સુધારવા શિવપુરાણમાં બતાવ્યા છે 13 ઉપાય
ધર્મગ્રંથો પ્રમાણે ભગવાન શિવ ખૂબ જ ભોળા છે, જો કોઈ ભક્ત સાચી શ્રદ્ધાથી તેમને માત્ર એક લોટો પાણી પણ અર્પિત કરે તો તેઓ પ્રસન્ન થઈ જાય છે. એટલા માટે તેમને ભોળાનાથ પણ કહેવામાં આવે છે. મહાશિવરાત્રિના શુભ દિવસે(આ વખતે 21મી થી 22ફેબ્રુઆરી, શુક્રઅને શનિવાર 17-45 સુધી ) શિવભક્ત ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય કરે છે.
જવાર અર્થાત્ તાવથી પીડિત હોવ તો ભગવાન શિવને જળધારા ચઢાવવાથી ઝડપથી લાભ મળે છે. સુખ અને સંતાનની વૃદ્ધિ માટે પણ જળધારા શિવની પૂજામાં ઉત્તમ બતાવી છે.
-મધની ધારા શિવને ચઢાવવાથી રાજયક્ષ્મા(ટીબી)રોગ દૂર થઈ જાય છે.
-તેજ મગજ માટે ખાંડ મિશ્રિત દૂધ ભગવાન શિવને ચઢાવવું જોઈએ. સુગંધિત તેલથી શિવને અભિષેક કરવાથી પણ સમૃદ્ધિમાં વધારો થાય છે.
-ભગવાન શિવને શેરડીના રસની ધારા ચઢાવવામાં આવે તો બધા આનંદોની પ્રાપ્તિ થાય છે. શિવને ગંગાજળ ચઢાવવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
-નપુંસક વ્યક્તિ જો ઘીથી શિવની પૂજા કરે અને બ્રાહ્મણોને ભોજન કરાવે તો સોમવારે વ્રત કરો અને તેમની સમસ્યાનું નિદાન થઈ જાય છે.
મોક્ષની પ્રાપ્તિ, અન્નની ખોટ પૂરી કરવા, ધનસંપત્તિમાં વધારો કરવાના ઉપાયો વિશે જાણવા માટે આગળ
લાલ અને સફેદ આંકડાના ફૂલથી શિવની પૂજા કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
-ચમેલીના ફૂલથી પૂજા કરવાથી પણ વાહન સુખ મળે છે. અળસીના ફૂલથી શિવ પૂજા કરવાથી મનુય ભગવાન વિષ્ણુને પ્રિય બની જાય છે.
-શમીના પાનથી પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. વેલીના ફૂલથી પૂજા કરવાથી શુભ લક્ષણો વાળી પત્ની પ્રાપ્ત થાય છે.
-જૂહીના ફૂલથી શિવ પૂજા કરવાથી ઘરમાં ક્યારેય અન્નની ખોટ પડતી નથી. દૂર્વાથી પૂજા કરવાથી ઉંમર વધે છે.
-કનેરના ફૂલથી શિવપૂડા કરવાથી નવીન વસ્ત્રોની પ્રાપ્તિ થાય છે. હરસિંગારના ફૂલથી પૂજા કરવાથી સુખ-સંપત્તિમાં વધારો થાય છે.
-ધતૂરાના પુષ્યથી પૂજા કરવાથી ભગવાન શંકર સુયોગ્ય પુત્ર પ્રદાન કરે છે, જે કુળનું નામ રોશન કરે છે. લાલ ડાખળીવાળા ધતૂરાની પૂજા પણ શુભ માનવામાં આવે છે.
-ભગવાન શિવને ચોખા ચઢાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. તલ ચઢાવવાથી પાપનો નાશ થાય છે.
-જવ અર્પિત કરવાથી સુખમાં વધારો થાય છે. ભગવાન શિવને ઘઉં ચઢાવવાથી સંતાન વૃદ્ધિ થાય છે.
-આ બધા અન્ન ભગવાનને અર્પણ કર્યા પછી ગરીબોમાં વહેંચી દેવું જોઈએ.