ચાલી ગોપી પનઘટે બેડલા ભરવાં નયન ઝુકાવી,
રસ્તામાં મળ્યા જગન્નાથ ફોડી મટકી ગોપીને સતાવી.
પ્રેમ પુજારણ ફરિયાદ કોને કરું મટકી છુપાવી,
હસતાં મુખડું ચમકે અંતર્યામી જોઈ ભાન ગુમાવી.
આવકારો મીઠો સૃષ્ટિ નિયંતા પાવન પ્રભુ હ્રદયે પધરાવી.
મૌનનો પડઘો મારો સાંભળી શરણની સ્પૃહા નિભાવી.
સાંભળવા બંસરીની ધૂન જગત ઉદ્ધારકને મનાવી,
સંકટ મારા કાપજો વિશ્વાસે પ્રભુમય જીવન વિતાવી.
દિવ્ય પ્રકાશથી તરબતર અંતર સાધના લંબાવી,
'શ્રીકૃપા' કરો ત્રિભોવન જીવન મારું ભક્તિ રંગે રંગાવી.
દિપ્તી પટેલ'શ્રીકૃપા'