હસ્તરેખાના વેપાર વ્યસાય વિષે માહિતી
હસ્તરેખાથી ઘણી બાબત જાણી શકાય છે અહીં આપણે અમુક વ્યવસાય હસ્તરેખાથી જાણીએ કેવી પ્રકારની બાંધણી નિશાની હસ્ત રેખા મા જોઈએ એક વાત નોંધી લેજો હસ્તરેખા એ ગણિતનું શાસ્ત્ર છે આમા પણ હાથના પ્રકાર અને માપ આપ્યા ઠે કાંઈપણ કહેતા પહેલા એ યાદ રાખવુ નહીતો તમારા પાપે જ્યોતિષ ખોટું પડશે
ગણિતજ્ઞ- જે વ્યક્તિની શનિની આંગળીના બધા જ ગાંઠોવાળા જાયતો આ પ્રકારના માણસો ગણિત ના વિષયમાં પારંગત સાબિત થઈ શકે છે
વેપાર કરનાર - જે વ્યક્તિના હાથમાં ભાગ્યરેખા જો આયુષ્ય રેખામાંથી નિકળતી હોય
તેમજ મસ્તકરેખા ંથી એક રેખા બુધના પર્વત પર જતી હોય તો આ પ્રકારની હસ્ત રેખા ધરાવનાર સારો વેપારી બની શકે છે
ચિત્રકાર- હથેળીમાં મસ્તકરેખા સુંદર વિકસીત હોય અને તે ચંદ્ર ની પર્વત તરફ ઢળતી હોય અને ચંદ્રનો પર્વત પુર્ણ વિકસીત હોય આંગળીઓ સાધ વગરની લાંબી જણાતી હોય સુર્યની આંગળીનો પહેલો વેઢો મોટો જણાતો હોય તો આ પ્રકારની રેખા ધરાવતી વ્યક્તિ નામાંકિત ચિત્રકાર બંને છે
ભાષણકાર - મસ્તક રેખા ચંદ્ર ઢળતી જણાતી હોય બુધના પર્વત પર ચોરસનું નિશાન હોય વિશેષમાં હાથની ચામડી સુંવાળી અને લાંબી આંગળીઓ સાથે બુધનો પર્વત વિકસીત જણાતો હોય તે વ્યક્તિ સારો ભાષણકાર બની શકે છે
સંગીતકાર - જે વ્યક્તિની હાથની હથેળીમાં સુર્યરેખા સ્પષ્ટ હોય સાથે હથેળી મા શુક્ર કંકણ આવેલું હોય તો આ પ્રકારની વ્યક્તિ સંગીતકાર તરીકે સફળ થાય છે અને જીવનમાં નામ કમાય છે