Mythological Tradition About Bhang
શિવરાત્રિ સ્પેશિયલઃ ભગવાન શંકર શા માટે પીવે છે ભાગ ?
તમારામાંથી અનેક લોકો એ જાણવા માટે ખૂબ જ ઉત્સુક હશે કે ભગવાન શંકર ભાંગ કેમ પીવે છે. ભાંગ એક એવું પેય પદાર્થ છે જે ઝેરીલું હોય છે અને જો શરીરમાં પહેલાથી વિષ હોય તો તે વિશને ખતમ કરી દે છે. આ એક પ્રકારના છોડના પાનને પીસીને બનાવવામાં આવે છે. તેને ભગવાન માટે રસ પણ માનવામાં આવે છે.
હિન્દુ પુરાણોમાં ભાંગનું વર્ણન અનેકવાર કરવામાં આવ્યું છે. તેને માનવ હિત માટે એક ઔષધિનું નામ આપવામાં આવ્યું છે. અનેક પ્રકારના વિકારોમાં તેન ઉપયોગ પણ કરવામાં આવે છે. શરીરની ત્વચા અને ઘાવો વગેરે ભરવામાં પણ ભાંગથી બનેલી દવાઓ લાભકારી હોય છે. પરંતુ ભાંગ, ભગવાન શંકર શા માટે પીવે છે, તો તેને જાણવા માટે વેદોમાં અનેક જાણકારી આપવામાં આવી છે જે આ પ્રકારે છેઃ
વેદઃ- વેદો પ્રમાણે જ્યારે સમુદ્ર મંથનથી અમૃત કાઢ્યું, તો તેનું એક ટીપું પર્વત મુદ્રા ઉપર પડી ગઈ. એ જગ્યાએ એક ઝાડ ઊગી નિકળ્યું. તેના પાનનો રસ કાઢીને દેવોએ એકબીજા વચ્ચે વહેંચીને પીધું. અને તે રસ ભગવાન શંકરનો પસંદગીનો રસ બની ગયો.
ગંગાની બહેનઃ- એવું માનવામાં આવે છે કે ભાંગ, દેવી ગંગાની બહેન છે કારણ કે બંને ભગવાન શંકરના માથા ઉપર નિવાસ કરે છે. ભાંગના છોડને માતા પર્વતી સ્વરૂપ પણ માનવામાં આવે છે.
સોમરસઃ- ભાંગને સોમરસના નામે પણ ઓળખવામાં આવે છે.
શિવ અને ભાંગઃ- એવું માનવામાં આવે છે કે ભગવાન ધ્યાનમગ્ન રહે છે. એટલા માટે તે ભાંગનું સેવન કરીને મગ્ન રહે છે. આ પ્રકારે હિન્દુ ધર્મમાં ભગવાન શિવના પ્રિય પદાર્થ ભાંગ વિશે અનેક દંતકથાઓ છે.