હજી આ આંખો માં ગત જન્મના પ્રેત ભટકે, અને પેલી સમય ની રેત સરસર સરકે . પેલા ખેતરા માં , ભેરુ હારે ની પ્રીત . ને પંખીઓ નું મધુર સંગીત . ઓલા વડલા ના છાયા માં સાજને આપેલા સંગાથ ના કોલ , પેલી વડલા ની ડાળે , સાજન મારો હિંચકા હિલોળે. પેલા છુપાઈ ને ખાધેલા બોરડી ના બોર, ને ડંડો લઈ દોડતા કહી ચોર ચોર, મારા જિંદગી ના અવિસ્મરણીય દિન, પડછાયા ની પેઠે મારી પાછળ ભટકે.
(ટપુ)