શું તમે જાણો છો ભગવાન વિષ્ણુના સ્વરૂપનો અર્થ
ભગવાન વિષ્ણુનું સ્વરૂપ અનન્ય છે. આપણે જ્યારે પણ ભગવાન વિષ્ણુને યાદ કરીએ છીએ ત્યારે તેમની મનોરમ્ય છબિ આપણી સામે તરવરે છે. તેમના જે દર્શન કરીએ છીએ તેમાં તેમણે ચોક્કસ પ્રકારની સાજસજ્જા કરેલી દેખાય છે. આજે આપણે જાણીશું શું છે આ સ્વરૂપનો અર્થ….
ભગવાન વિષ્ણુ જે આભૂષણો ધારણ કરે છે કે જે હથિયારો ધરાવે છે તેનું ચોક્કસ મહત્વ છે.
ભગવાન વિષ્ણુ પોતાના નીચેના ડાબા હાથમાં પદ્મ એટલે કે કમળ ધારણ કરેલું હોય છે. તે પોતાના જમણા હાથમાં કૌમોદકી નામની ગદા ધારણ કરેલી હોય છે. તેમના ઉપરના ડાબા હાથમાં પાંચજન્ય શંખ ધારણ કરેલો હોય છે અને તેમના જમણાં ઉપરના હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરેલું હોય છે. તેમનું સંપૂર્ણ સ્વરૂપ જ્ઞાનાત્મક છે. પુરાણોમાં તેમના આ સ્વરૂપને ધારણ પાછળ કરવા અંગે ખાસ અર્થ દર્શાવવામાં આવ્યો છે. તેને પ્રતિકાત્મક ગણવામાં આવે છે. તે શેના છે પ્રતીક… જાણો છો…
ભગવાન વિષ્ણુને પ્રિય કૌસ્તુભ મણિ, જગતને નિર્લેપ, નિર્ગુણ તથા નિર્મલ ક્ષેત્રજ્ઞ સ્વરૂપનું પ્રતીક છે. તેમના શ્રીવત્સ, પ્રધાન કે મૂળ પ્રકૃત્તિનું પ્રતીક છે. કૌમોદકી ગદા તેમની બુદ્ધિનું પ્રતીક છે. પાંચજન્ય શંખ પંચમહાભૂતોના ઉદયનું કારણ અને તામસ કે અહંકારના પ્રતિક છે. શાંગધનુષ ઈન્દ્રિયોને ઉત્પન્ન કરનારા રાજસ અહંકારનું પ્રતીક છે. સુદર્શન ચક્ર સાત્વિક અહંકારનું પ્રતીક છે. તેમણે ગળમાં ધારણ કરેલી વૈજયંતી માલામાં પંચતન્માત્રા તથા પંચમહાભૂતોનો સંયોગ છે અનને તેમમાં જડેલા મોતી અને માણિક્ય, મરકત, ઈન્દ્રનીલ અને હીરા એ પાંચચેય રત્ન પંચ તથ્યોના પ્રતીકાત્મક સ્વરૂપ છે. વિષ્ણુજીના બાણ જ્ઞાનેન્દ્રીયો તથા કર્મેન્દ્રીયોના પ્રતીક છે. તો ખડગ વિદ્યામય જ્ઞાન છે જે અજ્ઞાનમય કોશ યાનિ મ્યાનથી આચ્છાદિત રહે છે તે પ્રતીક છે. આ પ્રકારે સમસ્ત સૃર્જાન્તક ઉપાદાન તત્વોને વિષ્ણુભગવાન પોતાના શરીર પર ધારણ કરી રાખ્યા છે.
આવો આજે શ્રી હરિ નવમીના દિવસે ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીએ. તે જ છે સર્વશક્તિમાન જે તમને અનેક પ્રકારના સુખની પ્રાપ્તિ કરાવે છે.