Shanidev Wife’S Measure And Mantra
શનિદેવનો પ્રકોપ શાંત કરી તેમને પ્રસન્ન કરવા, કરો શનિ પત્ની મંત્રજાપ!
શનિદેવની કૃપા માટે શનિ ભક્ત શું-શું નથી કરતાં. મંદિર જાય છે, ઉપવાસ રાખે છે અને જ્યારે ભક્તોની મુરાદ પૂર્ણ થાય છે તો તે શનિદેવની ભક્તિ ભાવથી ન્યાલ થઇ જાય છે. જો શનિભક્ત શનિદેવની આરાધના પૂર્ણ મનથી કરે તો સૂર્યપુત્ર તેમની મનોકામના પૂર્ણ કરવામાં ક્યારે મોડું નથી કરતાં. શનિદેવને ક્યારે પ્રસન્ન કરવા આ સવાલ દરેક ભક્તના મનમાં હમેશાં રહે છે. અહીં ખૂબ જ સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અપનાવીને તમે શનિદેવને જલ્દી જ પ્રસન્ન કરી શકો છો.
-શનિવારને પીપળાના વૃક્ષની ચારેય બાજુ અને સાત વાર કાચો સૂતરનો દોરો લપેટવો અને આ ક્રિયા કરતી સમયે શનિના કોઇપણ એક મંત્રનો જાપ કરતાં રહેવું. ત્યાર પછી વૃક્ષનું ધૂપ-દીપથી પૂજન કરવું. ધ્યાન રાખવું કે જ્યારે આ પૂજા કરો તે દિવસે મીઠા વિનાનું જ ભોજન કરવું.
શનિદેવના પ્રકોપને શાંત કરી તેમને પ્રસન્ન કરવા માટે તમે શનિની પત્નીના નામનો નિત્ય પાઠ કરશો તો શુભ રહેશે. શનિ પત્ની મંત્ર આ પ્રમાણે છે-
ध्वजिनी धामिनी चौव कंकाली कलहप्रिहा।
कंकटी कलही चाउथ तुरंगी महिषी अजा।।
शनैर्नामानि पत्नीनामेतानि संजपन पुमान।
दु:खानि नाश्येन्नित्यं सौभाग्यमेधते सुखमं।।
આગળ જાણો શનિદેવનો પ્રકોપ શાંત કરવા માટેના અન્ય ઉપાય.....
ॐ ऐं ह्रीं श्रीं शनैश्चराय: नम:
-શનિગ્રહના અશુભ પ્રભાવને કારણે શરીર પર ચર્મ રોગ થઇ જાય તો શનિવારના દિવસે વીંછિયાની જડ (એક પ્રકારનો જંગલી છોડ)ને બાજુમાં બાંધવાથી લાભ થાય છે.
-નીલમને શનિનો રત્ન માનવામાં આવે છે. તેનો પ્રભાવ તરત જ શરૂ થઇ જાય છે. એટલે જો તમે આ રત્નને ધારણ કરી રહ્યા છો તો ખાસ ધ્યાન રાખવું.
-દર શનિવારે વડ અને પીપળાના વૃક્ષની નીચે સૂર્યોદય પહેલાં કડવા તેલનો દીપક પ્રગટાવીને કાચું દૂધ અર્પણ કરવું. શનિદેવ આ ઉપાયથી જલ્દી જ પ્રસન્ન થશે.