અંગૂઠાનો આગળનો ભાગ મોટો હોય તેવા લોકો સ્વાર્થી અને જિદ્દી હોઈ શકે છે, અંગૂઠા પરથી જાણી શકાય છે તેમનો સ્વભાવ
હસ્તરેખા જ્યોતિષ એ સામુદ્રિક શાસ્ત્રનો ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. તેના અધ્યયનથી વ્યક્તિનું ભવિષ્ય, તેનો સ્વભાવ, તેનો ભૂતકાળ વગેરે જાણી શકાય છે. હસ્તરેખા અંતર્ગત હાથની રેખાઓ, પગની રેખાઓ, હથેળીની બનાવટ, આંગળીઓ અને અંગૂઠાની બનાવટ, ચાલ, કાન, નાક વગેરેની બનાવટનું અધ્યયન કરવું જોઇએ. અંગૂઠાના આકારની સાથોસાથ તેના પર રહેલાં ખાસ નિશાનના આધારે માણસના સ્વભાવ અને બીજી ઘણી સારી-નરસી બાબતો વિશે જાણી શકાય છે. અહીં જાણો મહિલાઓ અને પુરૂષોના અંગૂઠાની બનાવટ અને નિશાનના આધારે તેમના ભવિષ્ય વિશે....
- સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિના અંગૂઠાનો ત્રીજો ભાગ, એટલે કે ઉપરનો ભાગ વધારે મોટો હોય, તેઓ ખૂબ જ ચાલાક અને જિદ્દી હોય છે. આ લોકોમાં ભાવનાઓ અત્યંત ઓછી હોય છે, આ લોકો પોતાના સ્વાર્થને ધ્યાનમાં રાખીને જ લોકોની મદદ કરે છે અને તેમની સાથે સંબંધ રાખે છે. પોતાનું કામ પૂરું થઈ જાય પછી તેમનો સાથ છોડી દે છે. આવા લોકોના અંગૂઠાનો બાકીનો ભાગ સામાન્ય કરતાં પાતળો હોય છે.
- સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે લોકોના અંગૂઠાના વચ્ચેના ભાગમાં તલ હોય, તેઓ ખૂબજ પ્રેક્ટિકલ હોય છે. આ લોકોમાં લાગણીઓ ખૂબ જ ઓછી હોય છે. તેઓ મોટાભાગનાં કામ બુદ્ધિ અને કૂટનીતિથી નિપટાવવામાં જ વિશ્વાસ કરે છે.
- જે લોકોના અંગૂઠાના વચ્ચેના ભાગ પર ક્રોસનું નિશાન હોય, તેઓ પોતાનું કામ કઢાવવામાં હોંશિયાર હોય છે. આવા લોકો માટે પહેલાં તેમનું કામ મહત્ત્વનું છે પછી લાગણી. આ લોકો તેમના મનની વાત સહેલાઇથી કોઇને કહી નથી શકતા.