હાથમાં રહેલા આ ચિન્હ તમારી પાસે અદભૂત શક્તિ હોવાની છે નિશાની !
ભવિષ્યમા અનેક પ્રકારના રહસ્ય છુપાયેલા હોય છે, જેને જોઈ શકવા કે સમજી શકવા સામાન્ય માસણ માટે સમજથી પર છે. જ્યોતિષ વિદ્યા એક એવી વિદ્યા છે જેના માધ્યમથી આ રહસ્યોને જાણી શકાય છે. જ્યોતિષ વિદ્યામાં હસ્તરેખાનું સ્થાન ઘણું મહત્વપૂર્ણ હોય છે. ભવિષ્ય જાણવા માટે જ્યોતિષનું ઊંડું અધ્યયન કરવાની જરરૂ હોય છે, પરંતુ કેટલાક લોકોની પાસે ભવિષ્ય જાણવાની અદભૂત શક્તિઓ જન્મજાત જ જોવા મળે છે. આ અદભૂત શક્તિઓથી તેમને ભૂતકાળ અને વર્તમાનની સાથે ભવિષ્યમાં બનનારી ઘટનાઓનો પણ આભાસ પહેલાથી જ થઈ જાય છે. એવા લોકોની છઠ્ઠી ઈન્દ્રિય અર્થાત્ સિક્સ સેન્સ એક્ટિવ હોય છે. હસ્તરેખા જ્યોતિષ પ્રમાણે હથેળીના કેટલાક એવા જ નિશાન બતાવ્યા છે જે આવી અદભૂત શક્તિઓવાળા લોકોની હથેળીમાં જ હોય છે.
આપણા શરીરમાં પાંચ ઈન્દ્રિયો હોય છે, જે જોવા મળે છે. આ પાંચ ઈન્દ્રિયો છે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ પાંચ ઈન્દ્રિયોની મદદથી આપણે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, ગંધ પારખી શકીએ છે, સ્વાદ ચાખી શકીએ છીએ અને સ્પર્શ મહેસૂસ કરી શકીએ છીએ. પાંચ ઈન્દ્રિયો સિવાય એક ઈન્ટ્રિય બીજી બતાવી છે, જેને છઠ્ઠી ઈન્દ્રિય કહેવામાં આવે છે. આ ઈન્દ્રિય જોવા નથી મળતી. છઠ્ઠી ઈન્દ્રિય બધા લોકોની એક્ટિવ નથી હોતી. કેટલાક લોકોમાં આ ઈન્દ્રિય જન્મજાત જ એક્ટિવ રહે છે, જ્યારે કેટલાક લોકો વિશેષ સાધનાથી છઠ્ઠી ઈન્દ્રિયને જાગૃત કરી લે છે. પ્રાચીન સમયમાં ઘણા લોકોને છઠ્ઠી ઈન્દ્રિયની મદદથી પૂર્વાભાસ થયો હતો. આજે એવા ખૂબ જ ઓછા લોકો જોવા મળે છે જેમની સિક્સ સેન્સ કામ કરતી હોય.
આગળ જાણો હસ્તરેખાના એવા સંકેતો જે છઠ્ઠી ઈન્દ્રિયને એક્ટિવ થવાનો ઈશારો કરે છે....
-જો કોઈ વ્યક્તિના હાથમાં શનિ પર્વત અર્થાત્ મધ્યમા આંગળીની નીચે વાળો પર્વત ઉપર ક્રોસનું નિશાન હોય તથા તેની સાથે જ મસ્તિષ્ક રેખા પણ સ્પસ્થ દેખાતી હોય તો વ્યક્તિને પૂર્વાભાસ થઈ જાય છે. એવા વ્યક્તિને ભવિષ્યમાં બનનારી ઘટનાઓ બનતા પહેલા જ પૂર્વાભાસ થવા લાગ છે.
જો કોઈ વ્યક્તિની હથેળીને ગુરુ પર્વત અર્થાત્ તર્જની આંગળીની નીચેવાળા ભાગ ઉપર ત્રિભુજ કે ચતુર્ભુજ બનેલો જોવા મળે તો એવા વ્યક્તિને પણ ભવિષ્યમાં બનનારી ઘટનાઓનો સંકેત મળતા જોવા મળે છે.
-જે લોકોની હથેળીનો શનિ પર્વત પુષ્ય હોય તથા તેની સાથે જ સૂર્યરેખા(રિંગ ફિંગરની નીચે અર્થાત્ અનામિકા આંગળીની નીચેવાળા ભાગ ઉપર હોય છે સૂર્યરેખા) અર્થાત્ રિંગ ફિંગની નીચે વાળા ભાગમાંથી નિકળથી રેખા મસ્તિષ્ક રેખા સાથે જોડાઈ જાય તો એવા લોકોને પણ આનવાર સમયનો પૂર્વાભાસ થઈ જાય છે.
હથેળી અર્થાત્ શનિ પર્વત અર્થાત્ મધ્યમ આંગળીની નીચેવાળા ભાગ ઉપર ત્રિભુજ કે ચતુર્ભુજનું ચિન્હ બનેલું હોય તો તે વ્યક્તિને પણ પૂર્વાભાસ થાય છે.
-જો હથેળીના ચંદ્ર પર્વત અર્થાત્ અંગુઠાની બીજી તરફની હથેળીના અંતિમ ભાગ ઉપર ત્રિભુજ કે ચતુર્ભુજનું નિશાન હોય તો વ્યક્તિને પૂર્વાભાસ થાય છે. જે લોકોના હાથમાં એવા નિશાન બનેલા હોય, તે લોકોની પાસે વિશેષ શક્તિ હોય છે. આ શક્તિથી જ તેમને પૂર્વાભાસ થવા લાગે છે. ઘણીવાર ગ્રહોની સ્થિતિ બદલવાથી પણ આ નિશાન મટી જાય છે, ત્યારે આ શક્તિઓ પણ અસર કરવાનું બંધ કરી દે છે. તેની સાથે જ હથેળીની અન્ય દશાઓથી પણ અહીં બતાવેલ પ્રભાવને પણ બદલી શકે છે.
-રાહુ ક્ષેત્ર ઉપર ક્રોસ હોય કે રાહુ ક્ષેત્રથી નિકળી કોઈ રેખા મસ્તિસ્ક રેખાને ક્રોસ કરતી હોય છે ત્યારે પણ વ્યક્તિને પૂર્વાભાસ થતો હોય છે.