સવારમાં ઉઠતાંની સાથે જ એણે વૉટસઍપ જોયું. અલગ-અલગ વ્યક્તિઓએ મોકલેલ બે મેસેજ એણે જોયા.રીડ કર્યા મતલબ કે વાંચ્યા.પછી એક નંબરના વ્યક્તિએ મોકલેલ મેસેજ એણે બે નંબરના વ્યક્તિને ફોરવર્ડ કર્યો અને બે નંબરના વ્યક્તિએ મોકલેલ મેસેજ એક નંબરના વ્યક્તિને ફોરવર્ડ કર્યો. આજે વેલેન્ટાઈન ડે હતો.
શરદ ત્રિવેદી