વેલેન્ટાઈન ડે
દર્દ પાછું પડે છે તને જોઇને,
શેર લોહી ચઢે છે તને જોઇને.
ગોળીથી ના થયું એ નજરથી થયું,
હાઇ બી.પી ઘટે છે તને જોઇને.
હું જીવું છું તને જોઇ એ નોંધ લે,
કૈંક લોકો મરે છે તને જોઇને.
તું જશે તો બધી રોશની પણ જશે,
ગોખલે દિપ બળે છે તને જોઇને.
કંકુ, ચોખા, કળશ, સાથિયા જેવી તું,
કામનાઓ ફળે છે તને જોઇને.
રાકેશ સગર; સાગર, વડોદરા