🙏ઉર્જાની અનુભૂતિ 🙏
મંદિર એટલે એક ઉત્કૃષ્ટ આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર
આંખ બંધ કરતા જ અપાર માનસિક શાંતિનો અનુભવ કરાવતું ઈશ્વરનું દ્વાર ,
મંદિરના પગથિયાં ચડતા જ મનમાં એક અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે.
મંદિરના ઘંટનો નાદ થતા જ પુરા શરીરમાં એક ઈશ્વરીય શક્તિનો સંચાર થાય છે ,
માન-સમ્માન , આત્મસમ્માન , અહંકાર આ બધુ જ ભૂલી
એકાગ્ર ચિત્તે પ્રભુને મનની આંખોથી નિહાળીએ છીએ ,
ઘરમાં રહેલી કાંચની ફ્રેમમાં સજેલી ભગવાનની મૂર્તિ પણ પૂજાય છે .
પણ , .....
નથી પૂજાતી માણસની માણસાઈ આ સમાજમાં ,
ઈશ્વર તો પથ્થરની મૂર્તિ છે ,
પણ ...
સમાજમાં ઘણી જગ્યાએ જીવતો જાગતો માણસ અંદરને અંદર શોષાતો જાય છે , લોકોના નકારાત્મક વલણથી તૂટતો જાય છે .
કોઈપણ જાતના કારણ વગર નિશાનો બનાવી એને રોજ રોજ વીંધવામાં આવે છે .
એમના જ વર્તનમાં એમના સંસ્કારોની ઓછપ વર્તાય છે ,
ખરો છે માનવી પણ ,
સંબંધોમાં પણ જાત જાતની રમત રમી જાય છે .
:-મનિષા હાથી
🙏 🙏 🙏