શું થયા હતા રાધા અને કૃષ્ણના વિવાહ, જાણો સત્ય
જ્યારે જ્યારે પ્રેમની વાત કરવામાં આવે ત્યારે રાધા અને કૃષ્ણનો પ્રેમ શિરમોર રહે છે. પ્રેમમાં મોહ ન હોવો જોઈએ પણ સૌ જાણે છે. પણ આજે નથી રહ્યાં કૃષ્ણ જેવા પ્રેમી કે પછી રાધા જેવી પ્રેમિકા. પણ આજે વાત કરવી છે કે રાધા અને કૃષ્ણના વિવાહ વિશે.. શું છે સત્ય આ મામલે…શું રાધા અને કૃષ્ણના વિવાહ થયા હતા. કે પછી રાધાના વિવાહ કોઈની જોડે થયાં હતા. કોઈ કહે છે કે રાધાના લગ્ન થઈ ગયા પછી કૃષ્ણ તેમને મળવા તેમના સાસરે ગયા હતા. આવો જાણીએ આ વિશે શું લખાયું છે શાસ્ત્રમાં …
શાસ્ત્રોમાં લખાયું છે કે અયોનિજા હતા રાધા રાણી
દેવી રાધા વિશે માનવામાં આવે છે કે તે લક્ષ્મીના અવતાર હતા. તે અયોનિજા હતા. અર્થાત તેમનો જન્મ માતાના ગર્ભમાંથી ન થયો હતો પણ સ્વયં પ્રગટ થયા હતા. તેમની માતા ગર્ભવતી તો હતા, પણ તેમના ઉદરમાં યોગમાયાના ચમત્કારને લીધે માત્ર વાયુ જ હતો. જેથીી સામાન્ય મનુષ્યોની વચ્ચે આદિશક્તિનો જન્મ સહજ દેખાડી શકાય. જે સૃષ્ટિના રસ રૂપ છે તેને જન્મ કોણ આપી શકે….
રાધા અને કૃષ્ણના વિવાહને લઈને અનેક માન્યતાઓ
રાધા અને કૃષ્ણના વિવાહ કોઈ કહે છે કે સ્વયં બ્રહ્માજીએ કરાવ્યા હતા. તો કોઈ કહે છે કે રાધાના વિવાહ રાયાણ નામના વ્યક્તિ સાથે થયા હતા. બ્રહ્મવૈવર્તપુરાણમાં શ્રીરાધા અને શ્રીકૃષ્ણના વિવાહ વિશે વર્ણન છે.
બ્રહ્મવૈવર્તપુરાણમાં ઉલ્લેખ છે કે શ્રીહરિ વિષ્ણુ રૂપ શ્રીકૃષ્ણ અને દેવી લક્ષ્મી રૂપ શ્રી રાધાજીના વિવાહ સ્વયં બ્રહ્માજીએ સંપન્ન કરાવ્યા હતા. આ વિવાહમાં બ્રહ્માજીએ પુરોહિતની ભૂમિકા ભજવી હતી.
જો રાધા અને કૃષ્ણના વિવાહની વાતને સાચી માનીએ તો પછી જેનો ઉલ્લેખ રાધા પતિ તરીકે થાય છે તે રાયાણ સાથે કોના વિવાહ થયા હતા. તો જાણી લો કે રાધાની સાથે રાયાણના વિવાહ થયા હોવાની વાત પણ સાચી છે. પણ તે રાધા કોઈ અન્ય હતા. નહિં કે રાધા રાણી. જે રાયાણ સાથે રાધાના વિવાહ થયા હતા તે અસલી રાધાજી ન હતા પણ તેમની છાયા હતી. અસલી રાધા તો રાયાણના વિવાહ પૂર્વે જ વૈકુંઠ લોક પહોંચી ચૂક્યા હતા. તેમણે પોતાની છાયાને પોતાના માતા પિતા પાસે છોડી દીધી હતી.
શા માટે રાધાજીને પોતાની છાયા છોડીને જવું પડ્યું
આખરે કેમ રાધાજીને પોતાની છાયા છોડીને જવું પડ્યું એ વિશે તમે વિચારતા હોય તો જાણી લો અહિં… હકીકતમાં જે રાધા સાથે કૃષ્ણના વિવાહ થયા હતા, ત્યારે કૃષ્ણ સાથે વિવાહ બંધનમાં બંધાઈને રાધા રાણી પોતાના લોકમાં પાછા ચાલ્યા ગયા. તેમનું જન્મ લેવાનું તાત્પર્ય પૂર્ણ થઈ ચૂક્યું હતું. આમછતાં માતાપિતાના પ્રેમને લીધે તેઓ માતા પિતા પણ કોઈને છોડવા ઈચ્છતા હતા, જેથી તે પોતાના સામાજિક દાયિત્વને પૂર્ણ કરી શકે. આથી તેમણે પોતાના માતા પિતા પાસે પોતાની છાયાને છોડી હતી. તે વૈકુંઠ ચાલ્યા ગયા હતા.