શું તમારી હથેળીમાં છે આવું જાળીનું નિશાન, તો જાળી લો તેનો અર્થ
ભવિષ્યને પોતાની મુઠ્ઠીમાં ધરબીને ઉભેલો માનવી જ્યારે પોતાની હથેળી ખોલે છે ત્યારે તેમાં ભવિષ્યના અનેક રહસ્યો ઉજાગર થાય છે. હથેળીમાં કેટકેટલાં ચિહ્નો, રેખાઓ જીવનમાં બનનારી ઘટનાઓને ઉજાગર કરતી હોય છે. જેમાં કેટલાંક ચિહ્નો શુભ હોય છે તો કેટલાંક ચિહ્નો અશુભ. એવું જ રેખાઓનું પણ હોય છે. આજે જાણો હથેળીમાં રહેલા જાળી જેવા ચિહ્ન વિશે… જાણો શું છે તેનો અર્થ..
હથેળીમાં જ્યારે કોઈ પણ જગ્યાએ અનેક આડી રેખાઓ અને અને અનેક ઉભી રેખાઓ એકબીજાને છેદતી હોય ત્યારે એક જાળી જેવું નિશાન બને છે. આ નિશાન શુભ માનવામાં આવતું નથી. તે જીવનમાં આફતને ઉજાગર કરે છે. તેમણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
જો જાળી જેવું નિશાન ગુરુની આંગળી નીચે ગુરુના પહાડ પર હોય તો વ્યક્તિ શંકાશીલ હોય છે. દેખાડો કરનારો હોય છે. દંભી હોય છે. આવી વ્યક્તિ સાથે તેનો પાર્ટનર ખુબ ખુશ રહી શકતો નથી.
જો હથેળીમાં ટચલી આંગળીની નીચે બુધના પર્વત પર જાળી જેવું નિશાન હોય તો આવી વ્યક્તિને ચોરીની આદત હોય છે. તે છળ અને કપટમાં માહેર હોય છે. આવી વ્યક્તિને અવારનવાર અપમાન ભોગવવાનો વારો આવે છે.
જો કોઈની હથેળીમાં અંગૂઠાથી નીચેના ભાગમાં શુક્રના પહાડ પર આવું જાળી જેવું નિશાન હોય છે તો તેઓ શારીરિક રીતે થોડાં નબળાં હોય છે. જો કે આવા લોકો કામુક હોવાનું પણ જાળવા મળ્યું છે, જો શુક્રનો પહાડ ઉભાર પામેલો હોય તો.
પણ જો હથેળીમાં શુક્રનો પહાડ દબાયેલો હોય અને એના પર આવું જાળી જેવું નિશાન હોય તો તે વ્યક્તિ નિરુત્સાહી હોય છે. તે હમેંશા ખોટી સોબતમાં હોય છે.
જો હથેળીમાં જાળી જેવું નિશાન મંગળના પહાડ પર હોય એટલે કે પહેલી આંગળી અને અંગૂઠાની વચ્ચે રહેલી જગ્યામાં નીચેના ભાગે હોય તો આવી વ્યક્તિને જીવનમાં અનેક પડકારોનો સામનો કરવો પડે છે. પણ જો ગુરુનો પહાડ ઉભાર પામેલો હોય તો આવા લોકો આ પડકારોમાંથી સાંગોપાંગ બહાર આવી શકે છે. જો મંગળનો પહાડ ઉભાર પામેલો ન હોય તો જિંદગીમાં ક્યારેક કોર્ટ, કચેરી નસીબમાં લખાયેલી હોય છે.
જો હથેળીમાં અંગૂઠાથી નીચે સામેના ભાગમાં હથેળીના છેડે ઉભાર પામેલા ચંદ્રના પહાડ પર જો જાળી જેવું નિશાન હોય તો તે વ્યક્તિ માટે અશુભ નિવડે છે. આવા લોકો ખુશ રહી શકતા નથી. અનેક ચિંતાઓથી ઘેરાયેલા હોય છે. તેમનું મનોબળ તૂટતું જોવા મળે છે.