Take Care About These Seven Things When You Listen Shivpuran
શિવરાત્રિ SPL: ધ્યાન રાખજો આ 7 વાતો, કાયમ પ્રસન્ન રહેશે શિવ
મહા માસની કૃષ્ણ પક્ષની ચૌદમી તિથિએ તારીખ 21મી ફેબ્રુઆરઈ શુક્રવારે મહાશિવરાત્રિનો પર્વ મઆ દિવસે વિશેષ રૂપથી ભગવાન શિવનું પૂજન કરવામાં આવે છે. ભગવાન શિવના પૂજન વગેરે સાથે જોડાયેલી અનેક વાતો શિવપુરાણમાં જણાવવામાં આવી છે. શિવપુરાણની કથા કરનાર અને સાંભળનાર લોકો માટે અનેક નિયમો જણાવવામાં આવ્યા છે. શિવપુરાણ મુજબ આ નિયમ આ પ્રકારે છે-
1- જે સંત, મહાત્મા અથવા યોગ્ય બ્રાહ્મણ શિવપુરાણની કથા કરે છે, તેને કથા શરૂ કરતાં એક દિવસ પહેલાં જ વ્રત રાખવા માટે ક્ષૌર કર્મ (વાળ કપાવવા અથવા નખ કાપવા) વગેરે કરી લેવું જોઇએ. કથા શરૂ થવાથી લઇને અંત સુધી ક્ષૌર કર્મ કરવું જોઇએ નહીં.
2- ગરિષ્ઠ અન્ન (જે જલ્દી પચી ના શકે), દાળ, બળી ગયેલું ભોજન. મસૂર તથા વાસી ભોજનનું સેવન કરીને શિવપુરાણની કથા ન સાંભળવી જોઇએ.
3- જે લોકો ભક્તિ પૂર્વક શિવપુરાણની કથા સાંભળવા માંગે છે, તેણે સૌથી પહેલાં વક્તા (કથા કહેનાર) પાસેથી દીક્ષા ગ્રહણ કરવી જોઇએ. દીક્ષા લીધા પછી બ્રહ્મચર્યનું પાલન કરવું, જમીન પર સૂવું, પતરાળુંમાં ભોજન કરવું અને દરરોજ કથા સમાપ્ત થયા પછી જ ભોજન કરવું જોઇએ.
4- શિવપુરાણ કથાનું વ્રત લેનાર પુરૂષે દરરોજ એક જ વાર હવિષ્યાન્ન (જવ, તલ અને ચોખા)નું ભોજન કરવું જોઇએ. જેણે કથા સાંભળવાનું વ્રત લઇને રાખ્યું છે, તેણે ડુંગળી, લસણ, હિંગ, ગાજર, દારૂ વગેરેનો ત્યાગ કરી દેવો જોઇએ.
5- કથાનું વ્રત લેનાર વ્યક્તિએ કામ અને ગુસ્સાથી બચવું જોઇએ. બ્રાહ્મણો અને સાધુ-સંતોની નિંદા પણ ન કરવી જોઇએ. ગરીબ, રોગી, પાપી, ભાગ્યહીન તથા સંતાન રહિત પુરૂષોએ શિવપુરાણની કથા જરૂર સાંભળવી જોઇએ.
6- શુવપુરાણની કથા સમાપ્ત થયા પછી ઉત્સવ મનાવવો જોઇએ. આ દિવસે ભગવાન શિવની પૂજાની સાથે-સાથે પુરાણની પણ પૂજા કરવી જોઇએ. સાથે જ કથાવાચક (કથા કહેનાર)ની પણ પૂજા કરી તેમને દાન-દક્ષિણા આપીને સંતુષ્ટ કરવા જોઇએ. કથા સાંભળનાર આવેલાં બ્રાહ્મણોનો સત્કાર કરી તેમને પણ દાન-દક્ષિણા આપવી જોઇએ.
7- કથા સાંભળવાથી મળવાનારા ફળની પ્રાપ્તિ માટે 11 બ્રાહ્મણોને મધ મિશ્રિત ખીરનું ભોજન કરાવવું અને તેમને દક્ષિણા આપવી જોઇએ. જો શક્તિ હોય તો 3 તોલા સોનાનું એક સિંહાસન બનાવવું અને તેના પર વિધિપૂર્વક શિવપુરાણની પોથી સ્થાપિત કરવી. તેની પૂજા કરીને યોગ્ય આચાર્યને વસ્ત્ર, આભૂષણ સહિત તે પોથી તેમને સમર્પિત કરવી.