Measure For Degradation To Reach Progress
દુર્ગતિને પણ પ્રગતિમાં બદલી શકે છે આ 8 ચમત્કારી ઉપાય, આજથી જ કરો શરૂ
મંગળવાર અને શનિવારે સંકટનાશક હનુમાનજીના આ વિશેષ તાંત્રિક ઉપાય અપાવશે વિશેષ લાભ- જીવનમાં શકિત અને સિધ્ધિની કામનાને પૂર્ણ કરવા માટે શ્રીહનુમાન ઉપાસના અચૂક કરવી જોઈએ. શ્રીહનુમાન અને તેમના ચરિત્ર જીવનમાં સંકલ્પ, બળ, ઉર્જા, બુધ્ધિ, ચરિત્ર શુધ્ધિ, સમર્પણ, શોર્ય, પરાક્રમ, દઢતા સાથે જીવનમાં દરેક પડકાર અને કઠિનતાનો સામનો કરવા માટેની પ્રેરણા મળે છે.
ભગવાન શિવના રુદ્રાઅવતાર પવનપુત્ર હનુમાનને પ્રસન્ન કરવા માટે મંગળવાર અને શનિવારે વિશેષ ઉપાય કરવામાં આવે છે. તંત્રશાસ્ત્ર પ્રમાણે આ દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે તો થોડા જ સમયમાં કિસ્મત બદલાઈ જાય છે. આ ખાસ ઉપાય તમારી દરેક મનોકામના પૂરી કરી શકે છે.
જો તમે પણ આ ખાસ ઉપાયો વિશે જાણવા માગતા હોવ તો આગળ
મંગળવારે અને શનિવારેની સાંજે કોઈ હનુમાન મંદિરમાં જાઓ અને એક સરસિયાના તેલનો અને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. ત્યારબાદ ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ અચૂક ઉપાય છે.
મંગળવારે અને શનિવારે સવારે સ્નાન વગેરે પૂર્ણ કર્યા બાદ કોઈ પીપળાના ઝાડની નીચે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો ત્યારબાદ પૂર્વ દિશા તરફ મુખ કીરને તુલસીની માળાથી રામનામનો જાપ કરો. ઓછામાં ઓછી 11 માળા જાપ ચોક્કસપણે કરવો
-જો તમે શનિદોષથી પીડિત હોવ તો મંગળવારે કાળા અદડ અને કોલસાની એક પોટલી બનાવો. તેમા એક રૂપિયાનો સિક્કો રાખો. ત્યારબાદ આ પોટલીને પોતાના ઉપર ઊતારીને કોઈ નદીમાં પ્રવાહિત કરી દો અને પછી કોઈ હનુમાન મંદિરમાં જઈ રામ નામનો જાપ કરો તેનાથી શનિદોષનો પ્રભાવ ઓછો થઈ જશે.
મંગળવારે અને શનિવારે કોઈ હનુમાન મંદિરમાં જાઓ અને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો. ત્યારબાદ હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવો. જીવનમાં આવતી કોઈ સમસ્યા હોય તો તેના નિવારણ માટે પ્રાર્થના કરો.
-મંગળવાર અને શનિવારના દિવસે તાંત્રિક હનુમાન યંત્રની સ્થાપના પોતાના પૂજા સ્થાને કરો. ત્યારબાદ આ યંત્રની પૂજા વિધિ-વિધાનથી કરો તો ઝડપથી તેનું ફળ પ્રાપ્ત થવા લાગશે.
-મંગળવાર અને શનિવારે સવારે સ્નાન કર્યા પછી વડના ઝાડનું એક પાન તોડો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. હવે આ પત્તાને થોડીવાર હનુમાનજીની સામે રાખો અને ત્યારબાદ તેની ઉપર કેસરથી શ્રીરામ લખો. હવે આ પત્તાને પોતાના પર્સમાં રાખી દો. વર્ષભરમાં તમારું પર્સ રૂપિયાથી ભરાયેલું રહેશે.
મંગળવારે અને શનિવારે તમારા નજીકમાં આવેલ હનુમાનજીના કોઈ મંદિરમાં જાઓ અને તેમને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પિત કરો અને પોતાની મનોકામના કહો. તેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને ભક્તિન દરેક મનોકામના પૂરી કરી દે છે.
મંગળવાર અને શનિવારે સાંજના સમયે હનુમાનજીને કેવડાનું અત્તર અને ગુલાબની માળા ચઢાવો. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ ખૂબ જ અચૂક ઉપાય છે. આ ઉપાયથી દરેકમનોકામના પૂરી થઈ જાય છે.