Palmistry: How Many Children Will You Have
દરેકના હાથમાં હોય છે સંતાનરેખા, જાણો તેની રહસ્યમય વાતો
કનિષ્ટિકા (છેલ્લી) આંગળીના મૂળમાં અને સ્ત્રીરેખાના ઉપર જે ઊભી સરળ રેખાઓ હોય છે તે સંતાન રેખા ગણાય છે. (જુઓ આકૃતિ-1) આ રેખા પરથી સંતાનની સંખ્યા, તેનાં લક્ષણો અને સ્વાસ્થ્યાદિનો વિચાર થાય છે.
સીધી, લાંબી, ઊંડી અને અખંડિત રેખા પરથી પુત્ર સંતતિ જ્યારે, ઝીણી, ટૂંકી અને અસ્પષ્ટ રેખા પરથી કન્યા સંતતિનો ખ્યાલ આવી શકે છે.
આ સંતાન રેખા અસ્પષ્ટ, ખંડિત, વાંકી-ચૂંકી અને અશુભ લક્ષણોથી યુક્ત હોય સંતાનોને કષ્ટ દર્શાવે છે.આ છેલ્લી આંગળીના મૂળમાં બુધના પર્વત ઉપર સંતાન રેખા જ ન હોય તો, અંત:કરણ રેખાની નીચે મંગળના પર્વત ઉપર બહારથી અંદર મંગળના પર્વત ઉપર આવેલી ઊભી રેખાઓ પણ સંતતિદાયક રેખા ગણાય છે. (આકૃતિ-2) અને જો ઉપરનાં બંને સ્થાનો પર
સંતાન રેખાનો અભાવ હોય તો, અંત:કરણ રેખાના નીચે અને ઉપર જે શાખાઓ હોય છે તે પણ સંતતિદાયક ગણાય છે. (આકૃતિ-3).
સંતાન સંબંધી નિર્ણય સ્ત્રી-પુરુષ બંનેનો હાથ જોવાથી લઇ શકાય છે. ફક્ત કનિષ્ટિકા (છેલ્લી આંગળી)ના મૂળ સુધીની રેખાઓ સંતતિદાયક ગણાય છે.
સીધી, લાંબી અને ઊંડી રેખાઓ નિરોગી સંતાનો આપે છે. વાંકીચૂંકી, અસ્પષ્ટ અને નિસ્તેજ રેખા હોય તો, તેવાં સંતાનો રોગી અને કમજોર રહે છે. આ સંતાન રેખાના આરંભમાં જો ટાપુનું ચિહ્ન હોય તો બાલ્યાવસ્થામાં સંતાન બીમાર રહે છે.