લાલ કપડાંના આ ટૂચકાઓ પણ કરે છે દરિદ્રતાને દૂર
કેટલીક વાર એવું બને છે વ્યક્તિ કર્મ પ્રધાન, સહૃદયી અને બીજાના દુઃખે દુઃખી થનારો હોવા છતાં અપાર કષ્ટી ભોગવે છે. ઘરમાં નાણાંકિય ભાડ વેંઠવી પડે છે. તો તમારી પણ આવી સ્થિતિ હોય તો ત્યારે કેટલાંક ટૂચકાઓ કરી શકાય. જેના દ્વારા ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય. આવો જાણીએ આજે લાલ કપડાંના ટૂચકા વિશે, જેને અપનાવવાથી અનેક સમસ્યાઓને કરી શકાય દૂર.
લાલ કપડાંના ટૂચકાઓઃ
1. ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે લાલ માટીના કોઈ પાત્રમાં સોના-ચાંદીના થોડા સિક્કા મુકી તેમાં ચોખા અથવા ઘઉં ભરી દો પછી તેના પર લાલ કપડું બાંધી ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખી દો. ઘરમાં ધન-ધાન્યની કમી રહેતી નથી.
2. જ્યારે અઢળક મહેનત કર્યા પછી પણ પરીણામ ન મળતું હોય, આવક કરતાં ખર્ચ વધી જતો હોય તો ધન રાખવાના સ્થાન પર લાલ કપડું પાથરો અને સાથએ થોડાં ચણોઠીના બી મૂકો. આમ કરવાથી બચતમાં વધારો અને ખર્ચમાં ઘટાડો થશે.
3. કાળી હળદરને એક દિવસ સૂર્ય પ્રકાશમાં રાખી અને બીજા દિવસે તેના પર સિંદૂર અને એક સિક્કો રાખી લાલ કપડાંમાં બાંધી લો. પછી તેને તિજોરીમાં મૂકી દો. ધનમાં વૃદ્ધિ થવા લાગશે.
4. ઘરમાં જો કોઈ લાંબા સમયથી બીમાર રહેતું હોય તો શુક્રવારે રાત્રે એક મુઠ્ઠી કાળા ચણા પાણીમાં પલાળી દેવા. શનિવારે આ પલાળેલા ચણાને કાળા કપડાંમાં રાખી તેમાં એક ખીલ્લી, કોલસો રાખી તેની પોટલી બાંધી બીમાર વ્યક્તિ પરથી સાતવાર ઉતારી અને કુંવામાં ફેંકી દેવી. હનુમાનજીની મૂર્તિની નીચે લાલ કપડું પાથરી દેવું.
5. પાંચ ખીલેલા લાલ ગુલાબ લેવા તેને દોઢ મીટરના સફેદ કપડાંમાં રાખી અને 21 વખત ગાયત્રી મંત્ર બોલવો અને આ કપડાં અને ગુલાબને વહેતા પાણીમાં વહાવી દો. કરજમાંથી મુક્તિ મળશે. લાલ કપડું સ્ત્રીનને દાન કરી દેવું.
6. મનોકામના પૂર્તિ માટે 11 મંગળવાર સુધી હનુમાનજીને લાલ કપડાં પર આસન આપીને 11 ગુલાબ ચડાવવા.