શું નાઈખૂ છે કુદરતે મનમાં,
સપનાઓ તોછડા લાગે છે.
ઉગતા દિવસે સપના રૂડાને
દિવસ આથમતા તોછડા લાગે,
સમય ની સાથે હાલવામાં
સમય જીતતા તોછડો લાગે,
ચહેરાની સૂંદરતામાં હ્રદય
જાંખુ પડી તોછડુ લાગે,
જીવતર મીઠું કરવા જુના
સબંધમાં નવા તોછડા લાગે,
વિતેલી સાંજની પળોમાં
આ સાંજની ઝાંખી તોછડી લાગે,
પ્રીતમની પ્રિતની ઠારક માં
ધણીની રીતભાત તોછડા લાગે,
જુવાનીની જોડલીની કાલી કાલી
વાતોમાં,ધણીની ચાસડીયામાંથી
ગળાઈને આવતો મીઠો સંગાથ
તોછડો લાગે,
કાગને હંસના સંગાથ ક્યાંથી હોય ?
આ સમજવામાં તોછડા લાગે.
~સૌરભ