Vishvakarma He Called As The God Of Architecture
ગોડ ઓફ આર્કિટેક: વિશ્વકર્માના પુત્ર પણ હતા શિલ્પકાર, જાણો રોચક હકીકત
મહા સુદ તેરશ આ વખતે 7 ફેબ્રુઆરી 2020 મા વિશ્વકર્મા જયંતી છે. ધર્મગ્રંથો મુજબ વિશ્વકર્માને નિર્માણ અને સર્જનના દેવતા માનવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માએ દેવતાઓના શિલ્પી પણ કહેવામાં આવ્યા છે. જો એવું કહેવામાં આવે કે, દુનિયાના તેઓ પહેલાં એન્જીનિયર અને આર્કિટેક્ચર હતાં તો તેમાં કોઇ અતિશયોક્તિ નહીં થાય.
ગ્રંથો મુજબ દેવતાઓ માટે ભવન, મહલો અને રથો વગેરેનું નિર્માણ વિશ્વકર્મા જ કરતા હતાં. આજે વિશ્વકર્મા જયંતીના અવસર પર જાણો તેમના વિશે થોડી રોચક વાતો....
વાલ્મીકિ રામાયણ મુજબ ભગવાન શ્રીરામના આદેશ પર સમુદ્ર ઉપર પથ્થરોથી પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રામસેતુનું નિર્માણ મૂળ રૂપથી નળ નામના વાનરે કર્યું હતું. નળ શિલ્પકલા (એન્જીનિયરિંગ) નો જાણકાર હતો કારણ કે, તે દેવતાઓના શિલ્પી વિશ્વકર્માના પુત્ર હતાં. પોતાની આ જ કળાથી તેણે સમુદ્ર પર સેતુનું નિર્માણ કર્યું હતું.
-વાલ્મીકિ રામાયણ મુજબ સોનાની લંકાનું નિર્માણ પણ વિશ્વકર્માએ જ કર્યું હતું. પૂર્વકાળમાં માલ્યવાન, સુમાલી અને માલી નામના ત્રણ પરાક્રમી રાક્ષસ હતાં. તેઓ એકવાર વિશ્વકર્માની પાસે ગયા અને કહ્યું કે તમે અમારી માટે એક વિશાળ અને ભવ્ય નિવાસ સ્થાનનું નિર્માણ કરો. ત્યારે વિશ્વકર્માએ તેમને જણાવ્યું કે દક્ષિણ સમુદ્રના કિનારે ત્રિકૂટ નામનો એક પર્વત છે, ત્યાં ઇન્દ્રની આજ્ઞાથી મેં સોનાથી મઢેલી લંકા નગરીનું નિર્માણ કર્યું છે. તમે ત્યાં જઇને રહો. આ રીતે જ લંકામાં રાક્ષસોનું આઘિપત્ય થઇ ગયું.
મહાભારત મુજબ તારકાક્ષ, કમલાક્ષ અને વિધુન્માલીના નગરોનું વિધ્વંસ કરવા માટે ભગવાન મહાદેવ જે રથ પર સવાર થયા હતા, તે રથનું નિર્માણ વિશ્વકર્માએ જ કર્યું હતું. તે રથ સોનાનો હતો. આ રથના જમણા ચક્રમાં સૂર્ય અને ડાબા ચક્રમાં ચંદ્ર વિરાજમાન હતાં. જમણા ચક્રમાં બાર અને ડાબા ચક્રમાં 16 આરા લગાવવામાં આવ્યાં હતાં.
-શ્રીમદ્દ ભગવત ગીતા મુજબ દ્વારિકા નગરીનું નિર્માણ પણ વિશ્વકર્માએ જ કર્યું હતું. તે નગરીમાં વિશ્વકર્માનું વિજ્ઞાન (વાસ્તુ શાસ્ત્ર અને શિલ્પકલા)ની નિપુણતા પ્રગટ થતી હતી. દ્વારિકાની લંબાઈ અને પહોળાઇ 48 કોસ હતી. તેમાં વાસ્તુ શાસ્ત્ર મુજબ મોટા-મોટા રસ્તાઓ, ફળિયાઓ અને ગલિઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
સ્કંદ પુરાણ પ્રભાત ખંડના શ્લોકની જેમ કિંચિત પાઠ ભેદથી બધા જ પુરાણોમાં આ શ્લોક મળી આવે છે-
बृहस्पते भगिनी भुवना ब्रह्मवादिनी।
प्रभासस्य तस्य भार्या बसूनामष्टमस्य च।
विश्वकर्मा सुतस्तस्यशिल्पकर्ता प्रजापति:।।16।।
એટલે કે- મહર્ષિ અગિરાના જ્યેષ્ઠ પુત્ર બૃહસ્પતિની બહેન ભુવના જે બ્રહ્મવિદ્યાની જાણકાર હતી, તે અષ્ટમ્ વસુ મહર્ષિ પ્રભાસની પત્ની બની અને તેનાથી સંપૂર્ણ શિલ્પ વિદ્યાના જ્ઞાતા પ્રજાપતિ વિશ્વકર્માનો જન્મ થયો હતો. પુરાણોમાં કોઇ જગ્યાએ યોગસિદ્ધા, વરસ્ત્રી નામ પણ બૃહસ્પતિની બહેન તરીકે ઉલ્લેખાયેલું જોવા મળે છે.