આ 5 ગ્રહોની નબળી સ્થિતીના કારણે જાતકને પડે છે નશાની આદત
જ્યોતિષ શાસ્ત્રના આધારે ગ્રહોની સારી અને ખરાબ સ્થિતી વિશે જાણી શકાય છે. સમયાંતરે થતાં ગ્રહોના પરિવર્તનની સારી અને ખરાબ અસરો વિશે પણ તમે સાંભળ્યું હશે, ગ્રહોના પ્રભાવની અસર જાતકના જીવન પર પણ થતી હોય છે. પરંતુ શું તમે સાંભળ્યું છે એવા ગ્રહો વિશે જેના પ્રભાવના કારણે વ્યક્તિ નશાની દુનિયામાં ભટકી જાય છે. આવા ગ્રહોના કારણે વ્યક્તિમાં કુટેવો વધી જાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અશુભ સ્થિતીના કારણે દંપતિમાં કુટેવોનું પ્રમાણ વધી જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવા 5 ગ્રહોનું વર્ણન કરવામાં આવ્યું છે જેના કારણે જાતક નશાખોર બની જાય છે. કોઈપણ પ્રકારનો નશો જ્યારે જાતક કરે છે તો તેનો અંત તેની બરબાદી જ હોય છે. તો ચાલો હવે જાણો કે કયા 5 ગ્રહોની સ્થિતી વ્યક્તિમાં નશાની કુટેવને વધારે છે.
અશુભ બૃહસ્પતિ
જે જાતકની કુંડળીમાં બૃહસ્પતિ નીચા સ્થાનમાં હોય તે વ્યક્તિ મુશ્કેલીમાં પડી જાય છે. એટલા માટે કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિ અન્ય ગ્રહની તુલનામાં વધારે મહત્વ રાખે છે. આ ગ્રહ ધન સંપત્તિ સાથે ભાગ્યોદયનો પણ સહાયક છે. આ ગ્રહ વ્યક્તિનું ભાગ્ય જેટલી ઝડપથી ચમકાવે છે તેટલી ઝડપથી તેનો ભાગ્યોદય અન્ય કોઈ ગ્રહ કરી શકતો નથી.
નબળો ચંદ્ર
નબળો ચંદ્ર વ્યક્તિની કુંડળીમાં જો શુક્ર, રાહુ કે પછી કેતુ સાથે હોય કે પછી લગ્નેશ ચંદ્ર નબળો હોય તો વ્યક્તિને નશાની આદત થઈ જાય છે. આવા જાતકના કારણે તેના ઘર-પરિવારને પણ બરબાદી સહન કરવી પડે છે.
લગ્નેશમાં શનિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીના લગ્ન ભાવમાં શનિ હોય તો વ્યક્તિને ભંયકર નશાની આદત થાય છે. નશો એવું ભયાનક રૂપ લે છે કે તે છોડી પણ ન શકાય.
સૂર્યની દ્રષ્ટિ
જે વ્યક્તિની કુંડળીમાં સુર્યની દ્રષ્ટિ નબળી હોય તે ગ્રહદશા પણ વ્યક્તિને કુટેવોની દુનિયામાં ડુબાડી દે છે. આવા જાતકને એ વાતનું પણ ભાન રહેતું નથી કે તે પોતાનું સર્વસ્વ ક્યારે ગુમાવી બેસે છે.
પિતૃ દોષ
જન્મ કુંડળીમાં જો પિતૃ દોષ હોય તો તેના કારણે પણ ઘર-પરિવારના સભ્યોની વચ્ચે અશાંતિ વધે છે. દરરોજ ઘરમાં કંકાશ થાય છે અને જાતકને નશાની લત લાગી જાય છે.