મા ચેહર ભવાની
આજથી હજાર વરસ પહેલા હલાર ગામ હાલ પાકિસ્તાનમાં છે ત્યા રાજવી શેખાવત સિંહ ને ત્યાં જન્મ ધારણ કરેલ રાજા શેખાવતસિંહ રાઠોડ ને સંતાન ન હોવાથી ચામુંડા માતાની પૂનમ ભરવાનુ કહેતા રાજવી એ પૂનમ ભરતા તેમને માતાજી ચામુંડા સ્વપન આવી કહ્યુ કે વસંત પંચમી ના દિવસે વરખડી ના ઝાડ ઘોડીયુ મુકજો હુ પ્રગટ થઈશ. આ રીતે મા ઘોડિયા પ્રગટ સ્વયં ચામુંડાનુ સ્વરૂપ માતાનુ સ્વરૂપ હતુ જન્મનુ નામ ચેહુબા હતુ . સોળવરસની ઉમર થતાં ચેહરબાઈ શિવ શક્તિની આરધના ભક્તિ લીન થઈ ગયા અને આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ ભક્તિવાન નારી બની ગયા,.
અનેક પરચા આપ્યા છે એક વાર ચેહરબાઈ તેરવાડામા હતા . પુર્વજોનાં બતાવ્યા અનૂસાર બાદશાહની ફોજ સેનાપતિ સાથે જુનાગઢનાં રા નવઘણ નુ રાજ જીતવુ હતુ બાદશાહની ફોજ તરસી થઈ ત્યાં એક કુવો પણ હતો તેમા પાણી હતુ પણ બાદશાહની ફોજ ની તરસ છીપાય તેમ ન હતુ ત્યારે હવે આપણે ચેહરમા કહીશુ તેમણે કુવા ફરતા ચક્કર માર્યા કુવો ઉભરાઈ ગયો ફોજે ખોબે ખોબે પાણી પીધુ વાસ્તવ મા ચેહરમા એ જુનાગઢ ખોડીયાર માતા સાથે વાત થઈ હતી ખોડિયાર માતાએ કહ્યુ કે બાદશાહ ને રોકીલો . ચેહરમાતા એ પળ વાર મા ભોજન આખી ફોજ જમાડી . પળમા આ ચમત્કાર જોઈ બાદશાહ કરગરી પગે પડ્યો અને કાંઈક માગવા જણાવ્યુ ત્યારે જુનાગઢ ખોડિયાર માતાને આપેલ વચન મુજબ ફોજ પાછી વાળવા કહ્યુ બાદશાહ હાથ જોડી પાછો વળી ગયો .
ગુજરાતમા ચેહરમાતાજી ના ઘણા મંદિરો છે .મરતોલી, પીંપળજ અડાલજ મેમનગર ગોરનો કુવો મણીનગર જ્યાં ચેહરમાનો પ્રાગટ્ય દિન ઉજવાય છે અને ધામધુમથી ઉજવાય છે
આજે પણ ઘણા પરચા પુર્યા છે . ચેહરમા મને (લખનાર) પરચો આપ્યો છે ચેહર માતા મારો આત્મા છે મારી ચામુડા મારી ચેહર દયા ખમ્મા ખુશી મોજ મા રાખજો ખમ્મા ઘણી મા ચેહર ને મા કાળા માથાનો માનનવી છુ ભુલ ચુક ક્ષમા કરજો . જય ચેહરમા ..જય જય ચેહરમા