મંગળવારે શ્રદ્ધા અને વિશ્વાસથી કરો આ ઉપાય, હનુમાનજી તમામ મનોરથ કરશે પૂર્ણ
હનુમાનજી મંગળવારના દેવતા માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા સૌથી પહેલા મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે તો કેટલાક સમયમાં જ તમારું નસીબ બદલાઇ શકે છે. મંગળવારના દિવસે કરવામાં આવેલા સરળ ઉપાયો જે ઘન-સપંતિની સાથે સાથે મનની શાંતિ માટે ઉત્તમ માનવામાં આવે છે.હનુમાનજી ભક્તોની તમામ મનોકામનાઓ તરત જ પૂર્ણ કરે છે.
આજે આપણે જાણીશું મંગળવારે પવનપુત્ર વીર હનુમંતાને યાદ કરીને ઉપાય કરવામાં આવે તેમાં કઈ વાતોનું ધ્યાન રાખવુ જોઈએ. હનુમાનજીને સિંદુર અને તેલ અર્પિત કરો. જે રીતે વિવાહિત સ્ત્રીઓ પોતાના પતિ અને સ્વામીની લાંબા આયુષ્ય માટે સિંદૂર લગાવે છે એ જ રીતે હનુમાનજી પણ પોતાના ભગવાન શ્રીરામ માટે પૂરા શરીર પર સિંદૂર લગાવે છે. જે વ્યકિત શનિવારના હનુમાનજીને સિંદૂર અર્પિત કરે છે તેની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે.
ગાયને રોટલી ખવડાવો
જો આપે મંગળવારે કોઈ ગાયને રોટલી ખવડાવી, તો આ શુભ માનવામાં આવે છે. આપ ઇચ્છો, તો આ દિવસે હનુમાનજીના મંદિરે નારિયેળ પણ મૂકી શકો છો. આ બંને ઉપાયો કરવાથી આપને લાભ થશે.
એવી માન્યતા છે કે હનુમાનજીને લાડું ખૂબ પ્રિય છે. તેથી મંગળવારના દિવસે તેમની પૂજા કરતા સમયે તેમને ભોગના રૂપમાં લાડું ચઢાવવા જોઈએ. કહેવાય છે કે લાડુનો ભોગ મેળવી હનુમાનજી ખૂબ પ્રસન્ન થાય છે અને તેમના ભકતની મનોકામના પૂર્ણ કરે છે.
એવુ કહેવાય છે કે જો પૂરા ધ્યાનથી 21 દિવસ સુધી વિધિ-વિધાનપૂર્વક બજરંગ બાણનો પાઠ કરવામાં આવે તો બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા સુંદર કાંડનો પાઠ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.