6000 વર્ષ સુધી ગુફામાં બંધ રહ્યું શિવલિંગ, છતાં ન થયું કશું
દેવાધિદેવ મહાદેવના દુનિયાભરમાં અનેક મંદિરો છે. આ એક માત્ર એવા દેવ છે કે જેનો નથી જન્મ. ભોળાનાથ મહાદેવ સામાન્યરીતે શિવલિંગ સ્વરૂપે વિશેષ પૂજાય છે. કહેવામાં આવે છે કે આ સંસાર પર જ્યારે પાપ વધી જાય છે ત્યારે મહાદેવ પ્રલય દ્વારા તેનો વિનાશ કરે છે. આખું વિશ્વ તેમને પૂજે છે. જો કે ઘણાં લોકો આ વાત ન પણ માને એવું બને.. આજે અમે તમને કઈંક એવું બતાવીશું કે જેને લીધે પણ વિશ્વાસ કરવા લાગશો. તો જુઓ આફ્રિકામાં આવેલું આ ભોળાનાથનું ખાસ મંદિર.. તેના વિશેની હકીકત..
એશિયા પછી આફ્રિકા એ વિશ્વનો સૌથી મોટો બીજા નંબરનો ખંડ છે. આમ તો શિવજીના મંદિરો વિશ્વભરમાં છે પછી તે અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા કે પછી આફ્રિકા. તમને કદાચ માનવામાં નહિં આવે કે આફ્રિકામાં છ હજાર વર્ષ પૂર્વે હિંદુ ધર્મ પ્રચલિત હતો. શું તમે જાણો છો કે દક્ષિણ આફ્રિકામાં પણ શિવજીની એક એવી મૂર્તિ છે કે જે 6000 હજાર વર્ષ જૂની છે. એટલું જ નહિં, નિત્ય એ પૂજાય પણ છે. જેના પરથી તમને વિશ્વાસ આવી જશે કે દેવાધિદેવ વિશ્વભરમાં પૂજાય છે. જ્યારે કંબોડિયા અને વિગેરે દેશોમાં તો અનેક હિંદુ મંદિરો છે તે વાત કઈં નવીનથી.
દક્ષિણ આફ્રિકામાં સુદ્વારા નામની એક ગુફામાં પુરાતત્ત્વવિદોને મહાદેવનું એક 6000 વર્ષ જૂનું શિવલિંગ મળ્યું. જે કઠણ ગ્રેનાઈટ પત્થરનું બનેલું છે. આ શિવલિંગને શોધનારા પુરાતત્ત્વવેત્તાનું કહેવું છે કે તે જાણીને સ્તબ્ધ થઈ ગયાં હતા કે આ શિવલિંગ આટલા વર્ષોથી અહિં આજ દિન સુધી સુરક્ષિત કેવી રીતે રહી શક્યું. કાળની અનેક થપાટો છતાં આ શિવલિંગ એટલું અખંડ છે કે જોનારાને આશ્રર્ય થાય. જ્યાં સાક્ષાત શિવનો વાસ હોય ત્યાં પછી પૂછવું જ શું…
તો આજે અહિં જ કરી લો આ પુરાતન શિવલિંગના.. પણ જો તમારે દક્ષિણ આફ્રિકા જવાનું થાય તો આ શિવલિંગના સાક્ષાત દર્શન કરવાનું ન ભૂલશો…