🇮🇳તિરંગો🇮🇳
ગણતંત્ર નાં દિવસે જ સવારે શહેરમાં ઉત્સાહિત એક ગરીબ બાળક હાથમાં તિરંગાઓ લઈને વેચવા નીકળ્યો હતો.
તે તિરંગો લઈને એક ભાઈ પાસે આવ્યો અને કહે સાહેબ લઈ લો, આજે ગણતંત્ર દિવસ છે દેશનો તહેવાર છે તમે ખરીદો તો મારા ઘરે ખરા અર્થમાં આ તહેવારની ઉજવણી થાય.
તે ભાઈ એ પૂછ્યું બેટા આ તિરંગામાં રહેલા રંગોનાં અર્થ તને માલુમ છે,
તેને કહ્યું સાહેબ મને તો બસ આ સફેદ રંગ વિશે ખબર છે સફેદ રંગ એટલે શાંતિ, પવિત્રતા અને સાદગી બસ આ શબ્દો બોલતાં જ હશે અને શહેરમાં એકાએક કોમી હુલ્લડો ફાટી નીકળ્યા,બે કોમના ટોળાં આમને સામને એકબીજાને જે મળ્યું તે મારવા લાગ્યા.
આ સમયે જ એક ગોળી કંઈક થી છુટી અને પેલા બાળકને આરપાર વીંધીને નીકળી ગઈ અને તિરંગા સાથે જ ઢળી પડ્યો તિરંગામાં રહેલા સફેદ રંગ ઉપર રક્તનો લાલ રંગ પ્રસરી ગયો.
તે બિચારું બાળક ફક્ત સફેદ રંગ નું જ મહત્વ જાણતો હતો જ્યારે સામે ટોળામાં રહેલા લોકો ચુસ્ત રીતે "કેસરી અને લીલાં" રંગને જ માણતા અને મહત્વ આપતા હતા સફેદ રંગ ને તો તે ઓ ભુલી જ ગયા હતા.