Bhishma Pitamah Said About Lineage In Mahabharat
તમારા વંશની વૃદ્ધિ માટે પત્નીને ખુશ રાખવી કેમ જરૂરી? ભીષ્મ આપે છે જવાબ
સ્ત્રીઓ વિશે અનેક ધર્મગ્રંથોમાં અનેક વાતો બતાવવામાં આવી છે. કેટલાક ગ્રંથોમાં સ્ત્રીઓના કર્તવ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે તો કેટલાકમાં તેમના વ્યવહાર વિશે. આ પ્રકારે મહાભારતમાં પણ સ્ત્રીઓના સંબંધમાં કેટલીક વિશેષ વાતોનુ વર્ણન કરવામાં આવ્યું છે. આ વાતો મહાભારતના અનુશાસન પર્વમાં તીરની શૈય્યા(પથારી) ઉપર લેટેલા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને બતાવી હતી.
શા માટે સ્ત્રીઓનું સન્માન કરવું જરૂરી છે. વંશવૃદ્ધિ માટે સ્ત્રીઓની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી કરવામાં આવતું એ ઘરમાં કેવી ઘટનાઓ બને છે. સ્ત્રીઓને કંઈ અવસ્થામાં કોને આશ્રિત રહેવું જોઈએ વગેરે ઘણી વાતો ભીષ્ણ પિતામહે ધર્મરાજ
યુધિષ્ઠિરે બતાવી હતી. તેમાંથી કેટલીક રોચક વાતો છે અને આજના સમયમાં પ્રાસંગિક પણ છે.
-ભીષ્મ પિતામહના કહ્યા પ્રમાણે જો સ્ત્રીઓની મનોકામના પૂરી ન કરવામાં આવે તો તે પુરુષને પ્રસન્ન નથી કરી શકતી અને આ અવસ્થામાં પુરુષની સંતાન વૃદ્ધિ નથી થઈ શકતી. એટલા માટે સ્ત્રીઓને સદાય સત્કાર અને પ્રેમ કરવો જોઈએ. જ્યાં સ્ત્રીઓનો આદર થાય છે ત્યાં દેવતા લોકો પ્રસન્ન થઈને નિવાસ કરે છે.
મહારાજ મનુએ સ્ત્રીઓને પુરુષોને અધીન કરવાનું કહ્યું હતું- સ્ત્રીઓ અબળા, ઈર્ષાળુ, માન ઈચ્છનારી, કુપિત થનારી, પતિનું હિત ઈચ્છનારી અનેક વિવેક શક્તિથી હીન હોય છે પરંતુ તેમ છતાં પણ તે સન્માન યોગ્ય છે, આથી તમે લોકો સદાય તેમનો સત્કાર કરો કારણ કે સ્ત્રી જાતિ જ ધર્મની પ્રાપ્તિનું કારણ છે.
જે ઘરમાં સ્ત્રીઓનો અનાદર થાય છે,ત્યાંના બધા કામ નિષ્ફળ થઈ જાય છે. જે કુળની વહુ-બેટીઓને દુઃખ મળવાને કારણે શોક રહે છે, તે કુળનો નાશ થાય છે. સંતાનની ઉત્પત્તિ, તેનું પાલન-પોષણ અને લોકયાત્રાનું પ્રસન્નતાપૂર્વક નિર્વાહ પણ તેમની ઉપર જ રહેલો છે. જો પુરુષ સ્ત્રીઓનું સન્માન કરશે તો તેમના બધા કામ સિદ્ધ થઈ જશે.
4-સ્ત્રીઓ જ ઘરની લક્ષ્મી છે. પુરુષોએ તેમનો સારી રીતે સત્કાર કરવો જોઈએ. પોતાના વશમાં રાખીને તેનુ પાલન કરવાથી સ્ત્રી લક્ષ્મીનું સ્વરૂપ બની જાય છે. સ્ત્રીઓ નારાજ થઈને જે ઘરોને શ્રાપ આપી દે છે, તે નષ્ટ થઈ જાય છે. તેની શોભા, સમૃદ્ધિ અને સંપત્તિનો નાશ થઈ જાય છે.
સ્ત્રીઓના કર્તવ્યમાં રાજા જનકની પુત્રીએ કહ્યું છે કે-સ્ત્રીઓ માટે યજ્ઞ, વગેરે ધર્મ, શ્રાદ્ધ અન ઉપવાસ કરવાનું જરૂરી નથી, તેનો ધર્મ માત્ર પતિની સેવા કરવાનું છે. નારી પતિ સેવાથી જ સ્વર્ગ ઉપર વિજય પ્રાપ્ત કરે છે.
કુમારાવસ્થામાં સ્ત્રીની સુરક્ષા પિતા કરે છે, યુવાનીમાં પતિ તેનો રક્ષક હોય છે અને વૃદ્ધ થાય ત્યારે પુત્ર તેની સુરક્ષાનો ભાર ઊઠાવે છે, આથી સ્ત્રીઓને ક્યારેય સ્વતંત્ર ન રહેવું જોઈએ.