રઝળતી જિંદગીથી ભૂલી સાનભાન બીજું કંઈ યાદ નથી,
ખુલાસો એ મારા ભરમનો કેવી રીતે થશે સમજણ નથી.
અંધારામાંથી ઉગારો હવે તરસું લાગણી પોતાની જ નથી,
આંખોથી ઓઝલ થઇ ગયું સપનું કેમ મને ખબર નથી.
મુસાફર છું ચાલવાનું જ છે શું છે કિસ્મતમાં જાણતી નથી,
જીવનના ઢોળાવમાં સમજી બેઠી ઈશારો એ શું તમારો નથી?
વેદનાઓને ધરબી હ્દયમાં સંગાથ મારો પોતાનો જ નથી,
ધ્યાન તપથી જાણવા તુજને ગુરુ કોઈ મળતાં નથી.
હે સૃષ્ટિના સર્જનહાર શરણે આ 'શ્રીકૃપા' સ્વીકારતાં કેમ નથી,
મનાવું તુજને ઝુકાવી નજર કોટી કોટી પ્રણામ હું થાકતી નથી.
દિપ્તીબેન પટેલ."શ્રીકૃપા"
વડોદરા.