અનામિકા આંગળી ખૂબ લાંબી હોય તેવી વ્યક્તિ ધનોપાર્જન કરવામાં પાવરધા હોય છે
અનામિકા આંગળી લાંબી અને જાડી હોય તો તે સાહિ ત્યપ્રેમ તથા કલાકૌશલ્ય પ્રદર્શિત કરે છે. આ આંગળી ખૂબ લાંબી હોય તેવી વ્યક્તિ ધનોપાર્જન કરવામાં પાવરધા હોય છે. જો આ આંગળી તર્જની (પ્રથમ આંગળી)ના સમાન હોય અને તેનું પ્રથમ પર્વ લાંબું તથા ચપટું જણાતું હોય તેવી વ્યક્તિ પણ કલાક્ષેત્રમાં પોતાની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરી શકે છે.
જો અનામિકા આંગળીની ઊંચાઇ મધ્યમા આંગળીની બરાબર હોય અને તેનું બીજું પર્વ લાંબું અને ચપટું હોય તથા મંગળનો પર્વત ઉઠાવદાર હોય તો તેવી વ્યક્તિ વિશેષ તર્કશક્તિ ધરાવનાર તથા સટ્ટા, લોટરી વગેરેમાં વિશેષ રસ ધરાવનાર હોય છે. સાથે સાથે બુધનો પર્વત પણ ઉઠાવદાર હોય તો આ વ્યક્તિ સટ્ટાના વેપારમાં પાવરફુલ બની રહે છે.
જો અનામિકા આંગળી મધ્યમા કરતાં લાંબી હોય તો આ વ્યક્તિ સર્વ સંકટોમાંથી મુક્ત થઇ કલાક્ષેત્રમાં સફળતા મેળવે છે. અનામિકા આંગળી ચોરસ જણાતી હોય તો માણસ સ્વ.બુદ્ધિથી કલા શોધી કાઢે છે. દરેક પ્રકારના હુન્નર ઉદ્યોગમાં તે નિપુણ પુરવાર થાય છે.
અર્ધવર્તુળાકાર અનામિકા ધરાવનાર વ્યક્તિ સટ્ટા-જુગારમાં જ વ્યસ્ત રહેવાની મનોવૃત્તિ ધરાવે છે. અનામિકાનું પ્રથમ પર્વ લાંબું હોય તો તેવીવ્યક્તિ કલા-સૌંદર્યનો પારખુ બની રહે છે.