કનિષ્ઠિકા આંગળી ચોરસ હોય તો તે માણસને ઉત્તમ શિક્ષક બનાવે છે
હાથમાં રહેલી કનિષ્ઠિકા આંગળી વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશે ઘણું બધુ કહી જાય છે.
કનિષ્ઠિકા જો સરળ, સીધી અને નિર્દોષ હોય તો તેવી વ્યક્તિ જીવનમાં સર્વ પ્રકારે સફળ પુરવાર થાય છે. યોગ્ય અવસરે લાભ મેળવવાની, આત્મસૂઝ-બૂજ આ વ્યક્તિમાં ભારોભાર ભરેલી જોવા મળે છે.
કનિષ્ઠિકા અન્ય આંગળીઓના સમતલ કરતાં, જરા નીચેના ભાગમાં આવેલી જણાતી હોય તેવી વ્યક્તિને જીવનમાં અવાર-નવારવિવિધ અવરોધોનો સામનો કરવો પડે છે.
કનિષ્ઠિકા મધ્યમા (બીજી આંગળી)ના પ્રથમ પેરવા સુધી લાંબી હોય તો તે વ્યક્તિમાં જ્ઞાનની લાલસા અને શિક્ષણની અભિલાષા હોય છે. તેને કોઇપણ વિષયમાં પ્રવીણતા પામવાની તાલાવેલી જોવા મળે છે.
કનિષ્ઠિકા મધ્યમા સમાન લાંબી હોય તેવી વ્યક્તિ વિપરીત સંજોગોમાં પણ પોતાના સામર્થ્યથી અપેક્ષિત કાર્યોને પૂરાં કરીને જ જપંવાની મનોવૃત્તિ ધરાવનાર હોય છે.
કનિષ્ઠિકાનો અગ્રભાગ ચપટો હોય તેવો જાતક યંત્રોની જાણકારી સાથે, શિલ્પકલાનો જ્ઞાતા પણ બની શકે છે.
કનિષ્ઠિકા આંગળી ચોરસ હોય તો તે માણસને ઉત્તમ શિક્ષક બનાવે છે.
કનિષ્ઠિકા આંગળીનો અગ્રભાગ અર્ધવર્તુળાકાર હોય તો તેવી વ્યક્તિ યાંત્રિક કામનો જાણકાર (એન્જિનિયર) અવશ્ય બની શકે છે.