માત્ર માણસ જ નહીં, આ મંદિરમાં ભગવાન પણ ખાય છે બર્ગર અને સેન્ડવીચ
હિન્દુ ધર્મંમાં જેટલું મહત્વ મંદિરનું છે એટલું જ ત્યાં મળતા પ્રસાદને પણ આપવામાં આવે છે. ખાસ કરીને તમે જોયું હશે કે મંદિરમાં પ્રસાદ ચઢાવવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવે છે. અંહી બિરાજમાન દેવતાઓ અનુસાર તેમને અલગ-અલગ પ્રસાદ ચઢાવવામાં આવે ચે. જેમ કે કોઇને લાડુ તો કોઇ ભગવાનને ખીર. પરંતુ શુ તમે જાણો છો કે એક એવું મંદિર છે જ્યાં પ્રસાદમાં લાડુ નહીં પરંતુ બર્ગર અને નૂડલ્સ મળે છે. આ જાણીને તમને કદાચ વિશ્વાસ નહીં થાય પરંતુ ભારત દેશાં એક એવું મંદિર છે જ્યાં દેવી માને બર્ગર, બ્રાઉની સહિતનો પ્રસાદ ચઢાવવામાં આવે છે તો ચાલો જોઇએ તે અનોખા મંદિર અંગે જે ક્યા આવેલું છે.
જણાવી દઇએ કે આ અનોખું મંદિર ચેન્નાઇમાં જય દુર્ગા પીઠમમાં નામથી જાણીતુ છે આ મંદિરમાં જનારા ભક્તો પ્રસાદ તરીકે બર્ગર, બ્રાઉની, સેન્ડવીચ આપવામાં આવે છે. જ્યારે અજીબો ગરીબ માન્યતા અંગે પૂછવામાં આવ્યું તો મંદિરની સ્થાપના કરનાર શ્રીધરનું કહેવું છે કે મંદિરમાં કઇ પણ ચઢાવતા પહેલા મનમાં પવિત્રતા હોવી જરૂરી છે. તે પછી પેંડા હોય કે બર્ગર.. કહેવામાં આવે છે કે આ અનોખી પ્રશા આ મંદિરની પ્રસિદ્ધિનું એક મોટું કારણ છે. ચેન્નાઇની સાથે સાથે આ મંદિર તેના પ્રસાદને લઇને વર્લ્ડ ફેમસ થઇ ગયું છે.
મંદિરમાંથી મળતી માહિતી મુજબ પ્રસાદ તરીકે આપવામાં આવતા ખાદ્ય પદાર્થોને FSSAI દ્વારા પ્રમાણિત પણ કરવામાં આવી છે. તેની સાથે જ તેના પેકેટની ઉપર એક્સપાયરી ડેટ પણ લખેલી હોય છે. તે સિવાય મંદિરમાં વેડિંગ મશીન પણ લગાવવામાં આવી છે. શ્રદ્ધાળુ મશીનમાં ટોકન નાખે છે અને ડબ્બામાંથી પ્રસાદ બહાર આવી જાય છે એટલું જ નહીં મંદિરમાં બર્થડે કેક પ્રસાદમ આપવાની શરૂઆત થઇ ગઇ છે. આ બર્થડે કેક પ્રસાદ જે ભક્તનો જન્મદિવસ હોય છે તેને તે દિવસે પ્રસાદ તરીકે આપવામાં આવે છે.