ધનની અછત અને કામમાં અસફળતા રહેતી હોય તો દેવી લક્ષ્મીનો ઉપાય લાવી શકે તમારી મુશ્કેલીઓનો ઉકેલ
ધન પ્રાપ્તિ માટે અથાક મહેનત તો જરૂરી છે જ પરંતુ જો તેની સાથે મંત્ર જાપનો થોડો સહારો લેવામાં આવે તો જે પરિણામ મળતા-મળતા અટકી જાય છે તે મળવા લાગશે. આપણાં ગ્રંથોમાં ધન પ્રાપ્તિના ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી મહેનતનું પૂરેપૂરું ફળ મળવા લાગે છે. જો તમે સંપૂર્ણ મહેનત કર્યા પછી પણ તેના પરિણામથી સંતુષ્ટ નથી રહેતા તો તમને માતા લક્ષ્મીનો એક ઉપાય કરવો જોઈએ. તેનાથી કોઈ સાઇડ ઇફેક્ટ પણ નહીં થાય, મહેનત જેટલી કરો છો એટલું જ તેનું ફળ મળે છે. આ મંત્ર જાપથી લક્ષ્મીની કૃપા મળે છે.
- રોજ સવારે સ્નાન કર્યા પછી તમે સાફ કપડાં પહેરો.
- પછી ઘરના મંદિરની સામે અથવા માતા લક્ષ્મીની તસવીર અથવા મૂર્તિની સામે બેસીને માતા લક્ષ્મીનું ધ્યાન કરો.
- શ્રીગણેશનું ધ્યાન કરો.
- પછી તુલસીની માળા લઈને 108 વખત “ऊँ श्रीं श्रीये नमः” આ નાનકડા મંત્રના જાપ કરો.
- જો 108 વખત ન કરી શકો અથવા તુલસીની માળા ન મળે તો ઓછામાં ઓછું 21 વખત જરૂર જાપ કરો.
- આ મંત્રના પ્રભાવથી લક્ષ્મીની કૃપા મળે છે. તેને લક્ષ્મીનો બીજ મંત્ર કહેવામાં આવે છે.