https://youtu.be/3EJYKKV0q0o
તારે રે ભરોસે ભવ મુક્યો મારો
જુઠા રે જગત માં તારો સાચો સથવારો
તારે રે ભરોસે ભવ મુક્યો મારો તારે રે ભરોસે ....
તારા વિણ કોણ સુણશે ભક્તો ના સાદ ને
ધ્રુવ ને ઉગાર્યો તેતો તર્યો પ્રહલાદ ને
દુખિયા ને સુખ દેવાને લીધા અવતારો
તારે રે ભરોસે ભવ મુક્યો મારો તારે રે ભરોસે ....
મારા રે મારગ ના તું અંધારા કાપજે
તારા રે દીવડા થી તું અજવાળા આપજે
હરી તારા હેત ભર્યા હાથ છે હજારો
તારે રે ભરોસે ભવ મુક્યો મારો
જુઠા રે જગત માં તારો સાચો સથવારો
તારે રે ભરોસે ભવ મુક્યો મારો