ગાંધીનગર મેટ્રો દૈનિક ની "તોરણ" પૂર્તિમાં "અને સત્ય ડે" બે ન્યુઝ પેપરમાં મારી એક જ કવિતા/રચના
કંઈક ખૂટે છે
મળ્યું છે બધુ જ અહીં છતાં કંઈક ખૂટે છે
જળ ભરી માટલી નાની કાંકરીએ જ ફુટે છે
કરતો બગીચાની માવજત માળી ફુલ ચુટે છે
ખુશ્બુ ખોવાતા અહીં છોડની ડાળી જ તૂટે છે
સ્વજન ગયા પછી માણસ એના કામને કુટે છે
મર્યા પછી પણ તનડા અહીં પોતાના જ લુટે છે
બાળને મુક્યા ભણવા મજાના અંક એ ઘુટે છે
છીનવાઈ ગઈ રમત એનું બાળપણ જ છુટે છે
ગુમાવે સઘળું મારા તારામાં પછી મનડું ટુટે છે
જળ સાચવણ રણમાં દીધી એક માત્ર ઉંટે છે
શોધતા શોધતા સુખ જીંદગીમાં શ્વાસ ખુટે છે
જીંદગી પુરી થવાની,છતાં વિશ્વાસ ક્યાં તુટે છે
- તેજલ વઘાસિયા (ઉમરાળી,જૂનાગઢ)
22/1/2020 બુધવાર