દર સોમવારે કરો આ ઉપાય, દાંપત્ય અંગેના પ્રશ્નોનું આવશે નિરાકરણ
સુખી દાંપત્ય જીવન એ જીવનનો એવો પાયો છે કે જે આગળ વધીને સંસારનું એક મહત્વપૂર્ણ પાસુ બની જાય છે. આમ તો લગ્ન અને પ્રેમનો આધાર બે વ્યક્તિ પર હોય છે. પરસ્પર વિશ્વાસ અને પ્રેમ દાંપત્ય જીવનને સુખમય અને શાંતિપૂર્ણ બનાવે છે. પરંતુ કેટલાંક લોકોનું સુખી વૈવાહિક જીવન જીવવાનું સ્વપ્ન પૂર્ણ થતું નથી. કેટલાંક લોકોના લગ્ન થવામાં અને લગ્ન જીવનમાં સતત વિધ્નો આવે રાખે છે. તો કેટલાંકના લગ્ન થઈ તો જાય છે પણ તેમાં પ્રેમની ખામી રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે જ્યોતિષશાસ્ત્ર મદદરૂપ થઈ શકે છે. અહિં જાણો શું કરવા ઉપાય કે જેથી આવે દાંપત્યના પ્રશ્નોનું નિરાકરણ…
લગ્નમાં આવતાં વિધ્ન ટાળવા
1- દર સોમવારે કોઇ શિવ મંદિરમાં જવું. ત્યાં ભગવાન શિવનો અભિષેક કાળા તલ ઉમેરેલા દૂધથી કરવો.
2- ગુરૂવારના દિવસે વ્રત કરવું તેમજ પીળી વસ્તુઓનું દાન કરવું. આ ઉપાય કરવાથી બૃહસ્પતિ પ્રસન્ન થશે.
3- રોજ સવારે સૂર્યદેવને ત્રાંબાના કળશથી અર્ધ્ય આપવો અને ऊं सूर्याय नम: મંત્રનો જાપ કરવો.
લગ્ન જીવનમાં પ્રેમ પ્રાપ્ત કરવા
– પ્રેમમાં આવતી બાધાઓ દૂર કરવા બુધવારે કેળના પાન પર પોતાના પતિનું નામ લખી તે પાન ભગવાન વિષ્ણુને ચડાવવું.
– બેમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ લાભ થાય છે.
– દર સોમવારે શિવજીનો અભિષેક કરવો. અભિષેક કરવા માટે ત્રાંબાના કળશમાં પાણી ઉપરાંત આખી હળદર, ચોખા તેમજ ગોલોચન પધરાવવું.
– એક લાલ કપડું લેવું, તેમાં ચંદનથી ત્રિકોણ બનાવવું અને તેમાં પતિનું નામ લખવું. આ લાલ કપડું કોઈ સ્થળે સાચવીને રાખી દેવું.
– જ્યોતિષીની સલાહ લઈ શુક્રનું રત્ન ધારણ કરવું.