Gujarati Quote in Story by Shefali

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે અમે ત્રણ ઓનલાઇન મિત્રોએ (જે હજી સુધી રૂબરૂમાં મળી નથી) જોયેલા સપનાને માતૃભારતી પર સાકાર થયે એક વર્ષ થયું. ત્રણ સખી એટલે હું, જીગરી એટલે કે રવિના અને સખી એટલે હિના..અને આમારું સપનું એટલે અમારી વાર્તા પ્રેમની પેલે પાર...

પ્રેમની પેલે પાર... એ માત્ર એક પ્રેમની વાર્તા નથી પરંતુ પ્રેમની પેલે પાર જઈને જીવતા પાત્રો અભ્યુદય, આકાંક્ષા અને સૌમ્યા ના જીવાતા પ્રેમની વાર્તા છે.

*****
અભ્યુદયને શાંતિથી ઊંઘતા જોઈ સૌમ્યા પર્સમાંથી ફરી ફોટો બહાર કાઢે છે. જાણે પહેલીજ વાર જોતી હોય એટલાજ ધ્યાનથી અને એક અલગ ભાવથી એ ફોટાને જોવે છે. ફોટો જોતા અનાયાસ જ એના મોઢામાંથી એક નામ સરી પડે છે... "આકાંક્ષા"..!!

એનું મન લાગણીઓથી ઉભરાઈ જાય છે અને એની મૃદુ આંગળીઓ આપોઆપ જ એ ફોટા પર એટલા વહાલથી ફરવા માંડે છે કે જાણે એ સન્મુખ જ ઊભી હોય. એ ફોટાને ઊંધો કરે છે અને ફરી એ જ પંક્તિ વાંચે છે જે અત્યાર સુધીમાં એણે અગણિત વાર વાંચી હોય છે.

હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર...' વાંચો
https://www.matrubharti.com/book/19863485/premni-pele-paar

Gujarati Story by Shefali : 111326967
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now