Naukasana Benefits And Technique Step By Step For Thai And Tummy Fat
માત્ર 10 મિનિટનું આ કામ, ધીરે-ધીરે ઓગાળશે પેટ અને જાંઘ પરની ચરબી
ધતી જતી ફાંદ અને જાંઘ પર જમા થતો મેદ કોઈને પણ હચમચાવી શકે છે. શરીર પર જમા થતો મેદ વ્યક્તિને માનસિક રીતે પણ પરેશાન કરે છે. આજના સ્લિમ યુગમાં કોને ગમે કે તેનું વજન વધારે હોય અને શરીર પર જ્યાં-ત્યાં ચરબીના થર હોય, પરંતુ ચિંતા કરવાથી કશું જ મળવાનું નથી. જો તમારે મેદને નષ્ટ કરવો હોય તો તેના માટે તમારે જ તમારી જાતને તે માટે તૈયાર કરવી પડશે. વ્યવસ્થિત જીવનશૈલી અને યોગ્ય ખાનપાન તે માટેનું પહેલું પગલું છે. આ સિવાય પણ કેટલીક એવી કસરતો અને નિયમો છે જેની મદદથી તમે મનગમતું ફિગર મેળવી શકો છો. જેમાં આજે અમે તમને બતાવવાના છે એક એવા આસન વિશે જે રોજ 10 મિનિટ કરશો તો પેટ અને જાંઘ પરની વધારાની ચરબી ઝડપથી દૂર થઈ જશે. તો આજે જાણી લો તે મેદનાશક આસન વિશે.
આગળ વાંચો પેટ અને જાંઘ પરની ચરબીને દૂર કરતાં આસન વિશે.......
ફાયદા-
આ આસન કરતી વખતે શરીરનો આકાર નોકા એટલે કે હોળી જેવો બને છે જેથી આ આસનને નૌકાસન કહેવાય છે. આ આસન દરરોજ નિયમિત રીતે કરવામાં આવે તો શરીર લચીલું બને છે.
પેટ અને શરીરના નીચેના ભાગે જમા થયેલી ચરબી ઘટે અને અને એબ્સ ટોન થાય છે.
લગભગ 15 મિનિટના અંતરે આ પ્રક્રિયાને ફરીવાર કરો અને ધીરે ધીરે તેની સંખ્યા વધારતા જાઓ. આ આસનને 30 વાર સુધી કરી શકાય છે.
આગળ વાંચો આસનની રીત.....
આ આસન કરવાથી આપનું પાચનતંત્ર સ્વસ્થ રહે છે.
હર્નિયાની સમસ્યામાં હોય તો આ આસન કરવાથી ગજબનો ફાયદો થાય છે.
અંગુઠાથી લઇને આંગળી સુધી ખેંચાણ થવાથી શરીરમાં શુદ્ધ રક્ત વધારે ઝડપથી પ્રવાહિત થાય છે, જેનાથી શરીર નિરોગી બને. જો તમને વધારે ઊંઘ આવતી હોય તો તેને નિયંત્રિત કરવામાં આ આસન સહાયક બનશે.
સ્વસ્થ પાચનતંત્ર માટે નૌકાસન શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. તેના નિયમિત અભ્યાસથી પેટ સાથે સંકળાયેલી દરેક સમસ્યાઓ દૂર થાય છે.
નૌકાસનની રીત-
નૌકાસન કરવાની વિધિ – સમતળ સ્થાન ઊપર કોઇ આસન પાથરી તેના પર પીઠના બળે સીધા સૂઇ જાવ. હવે સૌથી પહેલાં બન્ને પગ સાથે ઉપર ઉઠાવો, ત્યારબાદ છાતીનો ભાગહ પગ તરફ ઉઠાવીને તસ્વીર મુજબ આગળ લાંવો સાથે તમારા હાથ પર સીધા આગળ રાખો.
બંને હાથ, પગ અને માથાને ઊપર તરફ ઉઠાવો. આ અવસ્થાને નૌકાસન કહે છે. થોડી ક્ષણો સુધી આ પોઝીશન જાળવી રાખો. પછી ધામે-ધીમે હાથ, પગ અને માથું જમીન પર પરત લઇ આવો.
સાવધાની - શરીરને ઉપર ઉઠાવતી વખતે બંને હાથ-પગના અંગૂઠા અને માથાનો ભાગ એક લાઈનમાં હોય. છેલ્લી અવસ્થામાં પગનો અંગૂઠો અને માથાનો ભાગ સીધા નથી આવતા તો ધીરે ધીરે અભ્યાસ કરીને પ્રયત્ન કરો. જેમણે સ્લિપ ડિસ્કની તકલીફ હોય તેમણે આ આસન ન કરવું જોઈએ. કરોડરજ્જૂ, મેરુદંડમાં કડકપણું કે પેટ સંબંધી ગંભીર રોગ હોય તો પણ આ આસન ન કરવુ.