જવાનોની ઈચ્છા
જન્મ દેનારી સાંભળ માત મારી
ભારત માતા મને જાનથી પ્યારી
જાવું એની રક્ષા કાજ દુર મારે
કોરી રાખજે તારી નયન અટારી
દેહ આ થનગને દુશ્મન રોળવા
સરહદે જઈ સઘળા ખોળવા
હૈયાની હામ સાથ લઈ દોસ્તો
દેશના એ ચક્ષુભેદીને તોળવા
ખુટ્યા હશે આપણા લેણ-દેણ
અંતિમ વિદાયના આવે કહેણ
મુજ જનેતાને સંભાળજે પ્રિયા
ભીંજાય નહીં જોજે તારા નેણ
બંધ થશે આંખ આ બે જ્યારે
દેહ આ વિંટળાશે ત્રિરંગે ત્યારે
માત પિતા હસતા દેજો વિદાય
બેનડી દેજે તું "જય હિન્દ" નારે
સરહદે રે'તા જવાનો એમ કે'તા
અમ પરિવારને સંભાળજો નેતા
રહે હિન્દુસ્તાન આઝાદ અમારૂં
માતૃભૂમિ કાજ દેહ છોડી જાતા
-તેજલ વઘાસિયા "તેજુ"
(ઉમરાળી, જૂનાગઢ)
૩/૧/૨૦૨૦ શુક્રવાર