મળે એ વિસામો જીવનમાં દિશાવિહીન માર્ગો કાંટાળી,
સમર્થન લાગણીઓનું ધરી ઝુકાવીને નયનો વનવાસી.
ભરોસો કરી દીધો બેદરકાર રહી વીતી જિંદગી સોનાની,
મોહમાયામાં ભૂલી વિચાર સ્મૃતિ હતી હૃદયમાં તરાસી.
કેટલીક ઈચ્છાઓ ધરબાઈ હૃદયમાં ક્ષિતિજે નિકાસી,
કરવી ફરિયાદ કોને ? સર્વેસર્વા ઈશ્વર અંતરે પધારી.
અદ્વિતીય અનુભવ સિદ્ધ સ્વરૂપે ફળીભૂત અજવાસી,
ખુશીથી છલકાતી આંખોમાં ઉભરી તાસીર શરારતી.
'શ્રીકૃપા' કરે સાક્ષાત્કાર વિનંતી સ્વીકારી અરદાસી,
વસે હૃદયમાં એ પ્રેમાળ સાક્ષાત મૂર્તિ દિશે આભાસી.
દિપ્તી પટેલ (શ્રીકૃપા)