હું તને ધારી ગઝલ લખતો નથી.
એટલે સારી ગઝલ લખતો નથી.
હક છે આખી દુનિયાનો એની ઉપર,
હું કદી મારી ગઝલ લખતો નથી.
દબદબો તારો ન તૂટે એટલે ,
તારાથી પ્યારી ગઝલ લખતો નથી.
હું નથી લખતો કોઈ તરફેણમાં ,
સાવ ગદ્દારી ગઝલ લખતો નથી.
દુનિયામાં બસ એક બે સમજી શકે,
એટલી ભારી ગઝલ લખતો નથી.
-ઈશ