લાગે છે સાવ ખોટા, બહાનાં નહીં બતાવો,
કિંમત જબાનની છે, આપ્યું વચન નિભાવો.
મનમાં ભલે ના રાખો , હૈયે તો રામ રાખો,
નિર્દોષ પર કદીએ , આરોપ ના લગાવો.
માણસ રૂડા બનીને, આવ્યા છીએ જગતમાં,
કૈં બીજુ થાય કે ના ,આબરૂ ખુદની બચાવો.
ખુલ્લી જ હોય ચર્ચા, સ્વીકાર થાય એનો,
પડદો ઉપર લગાવી , ભૂલોને ના છુપાવો.
મા, બાપ જે ગણો તે, બસ સર્વ તમે છો,
બાળક છે સાવ ભોળું ! બાળક બની ભણાવો.
✍️ઈશ્વર ચૌધરી 'ઉડાન'