તુલસીનો છોડ ક્યારેય ઘરમાં આ દિશામાં ન રાખશો, ફાયદો તો બહુ દૂર થશે મોટુ નુકસાન
વાસ્તુ શાસ્ત્રની જેમ ફેંગશુઈમાં પણ ઘરમાં કયા છોડ વાવવા અને કયા નહીં તે માટેના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘરમાં જો ફુલ-છોડ રાખી અને બગીચો તૈયાર કર્યો હોય તો તેના માટે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું તે અવશ્ય જાણી લો કારણ કે ઘરમાં રાખેલા છોડ સૌભાગ્ય લાવી પણ શકે છે અને ભાગ્યને બગાડી પણ શકે છે.
ઘરમાં સજાવટ માટે આર્ટિફિશિયલ ફૂલ-છોડ-ઝાડ નહિ લગાવવા જોઈએ, કારણ કે તે નકારાત્મકતાને આર્કિષત કરે છે. તેથી આવું કરવું વાસ્તુ અનુસાર અશુભ મનાય છે.
તુલસીનો છોડ ખૂબ પવિત્ર અને કલ્યાણકારી માનવામાં આવે છે. તેનો સ્પર્શ તેમજ સુગંધ લાભદાયી છે. તુલસીના છોડને ઘરમાં દક્ષિણ ભાગમાં ન રાખવો જોઈએ, કારણ કે અહીં રાખેલો તુલસીનો છોડ ફાયદાને બદલે નુકસાન કરે છે.
ઘરમાં વાંસનો છોડ રાખી શકાય છે તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મની પ્લાન્ટ વાસ્તુની દ્રષ્ટિએ ખાસ ગણવામાં આવે છે. જ્યોતિષ અનુસાર મની પ્લાન્ટમાં શુક્રનો કારક હોવાથી તેની ઉપસ્થિતિમાં પતિ-પત્નીના સંબંધ પણ મધુર બને છે.
ઘરમાં કાંટાવાળા કે દૂધવાળા છોડ ન રાખવા. તેનાથી નકારાત્મક ઊર્જા વધે છે. એક માત્ર ગુલાબનો છોડ ઘરમાં રાખી શકાય છે. તેને પણ અગાસી કે અન્ય કોઈ ખુલ્લી જગ્યામાં રાખવો. સુગંધિત ફૂલવાળા છોડને હંમેશા ઘરની બહાર જ રાખવા. વાસ્તુ અનુસાર આવા છોડને ઘરની અંદર રાખવાનું યોગ્ય નથી.
જો ઘરની કોઈ દીવાલ ઉપર પીપળો ઊગી નીકળે તો તેની પૂજા કરીને તેને ત્યાંથી હટાવી લઈને કુંડામાં રોપી દેવો. પીપળાને બૃહસ્પતિ ગ્રહનો કારક ગણવામાં આવે છે.