.Hear Know Khar Mas Important And Puja Vidhi......
14 જાન્યુઆરી પહેલાં કરી લો આ ઉપાય, ધનને લગતી સમસ્યાઓથી મળશે છુટકારો
જ્યોતિષ વિદ્યામાં સૂર્યને પિતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પિતા એટલે આપે છે તે. સૂર્યનાં કારણે જ ધરતી પર જીવન સંભવ છે, આ પરથી કહી શકાય છે કે સૂર્ય જ એકમાત્ર કારણ છે જેને ધરતી પર માનવીય જીવન શક્ય બનાવ્યું છે. સૂર્ય ઊર્જાનો સૌથી મોટો અને મહત્વનો સ્ત્રોત છે.
આ 14 જાન્યુઆરી સમાપ્ત થઈ જશે ખરમાસ, આ દરમિયાન સૂર્ય અયનકાળમાં હોય છે.
સૂર્યને કારણે ખેતરોમાં લીલોત્તરી જોવા મળે છે, પંખી કલરવ કરે છે અને આપણે જીવનનો આનંદ લઈ શકીએ છીએ. સૂર્ય વગર આપણે આપણા જીવનની કલ્પના પણ નથી કરી શકતા. એટલું જ નહી, સૂર્યને હિન્દુ ધર્મમાં પવિત્રતા સાથે પણ જોડવામાં આવે છે. તેનો અર્થ એ થાય છે કે જો સૂર્ય ન હોય તો પવિત્રતા નથી હોતી, સૂર્ય વગર બધુ જ અપવિત્ર થઈ જાય છે. તેનું સ્પષ્ટ ઉદાહરણ છે ખરમાસ જે 15 ડિસેમ્બર થી 14 જાન્યુઆરી સુધી ચાલે છે, તેને અપવિત્ર મહિનો એટલા માટે કહેવામાં આવે છે કે કેમ કે તે દરમિયાન સૂર્ય અયનકાળ(દક્ષિણ ગોળાર્ધમાં)માં હોય છે.
અશુદ્ધિનો કાળ એટલે અપવિત્ર સમય કહેવાય છે ખરમાસ
હિન્દુ શાસ્ત્રમાં ખરમાસને અશુદ્ધિનો કાળ એટલે અપવિત્ર સમય કહેવામાં આવે છે. આ દરમિયાન તમે કોઈ નવું કામ શરૂ નથી કરી શકતા અને કોઈ શુભકાર્ય શરૂ હોય તો તે પૂરું નથી કરી શકતા. પણ આ ખરમાસ સાથે જોડાયેલી છે એક વાર્તા. ઉત્તર ભારતમાં ખરમાસને અપવિત્ર મહિનો કહેવામાં આવ્યો છે અને દક્ષિણ ભારતમાં આ મહિનાને ખૂબ જ પવિત્ર પણ માનવામાં આવ્યો છે.
ખરમાસમાં આ રીતે કરવી ભગવાન વિષ્ણુની પૂજા
ખરમાસનાં સમયે પ્રાતઃ (સવારે) વહેલાં ઊઠી સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને ભગવાન વિષ્ણુની મૂર્તિનો ચંદન અને દૂધથી અભિષેક કરવો જોઈએ. ખરમાસનાં મહિનામાં આવતી અગિયારનું વ્રત રાખવું અને વિષ્ણુ ભગવાનને પ્રસાદ ધરાવવો. પ્રસાદમાં તુલસીનાં પાન નાખવા ન ભૂલવું. ખરમાસનાં મહિનામાં બ્રહ્મ મુહૂર્તનું ધ્યાન રાખવું. બ્રહ્મ મુહૂર્તમાં જ સ્નાન કરવું અને તમારા મોટાભાગનાં કાર્યો બ્રહ્મમૂહુર્તમાં પૂરાં કરી લેવા. સૂર્યોદયનાં એક કલાક પહેલાં, છત્રીસ મિનિટ પહેલાંના સમયને બ્રહ્મમુહૂર્ત કહેવામાં આવે છે જે નિશ્ચિત રીતે સૌથી પવિત્ર સમય હોય છે. આ આખો મહિનામાં પીળા રંગનું અત્યધિક મહત્વતા હોય છે, તમે ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર પહેરાવવો, તેમને પીળા ફળ અને ફૂલ ધરાવી પ્રસાદનાં સ્વરૂપે ગરીબોને વહેંચવા જોઈએ. જે લોકો દેવામાં હોય, જે આર્થિક તંગીને કારણે ચિંતા કરી રહ્યા છે તેમને ખરમાસ દરમિયાન પીપળાનાં વૃક્ષને જળ અર્પણ કરવું અને ઘીનો દીવો કરવો જોઈએ. ખરમાસ દરમિયાન એકલા વિષ્ણુ ભગવાનની પૂજા કરવી એટલી લાભકારી નહીં રહે, તેમની સાથે દેવી લક્ષ્મીની આરાધના કરવી. નિયમિત રીતે લક્ષ્મી આરાધના કરીને તમે આર્થિક મુશ્કેલીથી પણ મુક્તિ મેળવી શકો છો.