નથી ઉડવું મારે એટલું ઊંચે કે
મને બનાવનાર ને હું ભુલી જાઉં.
નથી લડાવી પેચ મારે
જેનાથી મારા પોતાના
સાથેના સંબંધોમાં કપાઈ જાઉ.
મારે તો પ્રેમ ની ફીરકી બની
તમારા હાથમાં રહેવુ,
ભલે ને હું પછી ખાલી થાઉં.
નર કહે પતંગ એ આત્મા છે,
એક દિવસ કપાઈ જસે.
તમારી પાસે તો તમારા પુન્ય અને વહેવાર ની ફીરકી રહેશે.
નારાણજી જાડેજા (ગઢશીશા) મુન્દ્રા
નર