વાહ કવિ વાહ
ખડગની ધાર પર લખતાં કવિના હાથ ધ્રૂજે છે;
લૂલી સરકાર પર લખતાં કવિના હાથ ધ્રૂજે છે.
યુવા બેકાર પર લખતાં કવિના હાથ ધ્રૂજે છે,
ભૂખ્યા ઘરબાર પર લખતા કવિના હાથ ધ્રૂજે છે.
એ સ્ત્રીઓના અલંકારો અને બસ રૂપ પર લખશે,
પણ અત્યાચાર પર લખતાં કવિના હાથ ધ્રૂજે છે.
કે લીલી કૂંપળો 'ને કેસરી કળીઓ હણે એવી,
ખૂલી તલવાર પર લખતાં કવિના હાથ ધ્રૂજે છે.
ભલામણને ભઈબાપા કરી એવોર્ડ લીધા છે,
કે ભ્રષ્ટાચાર પર લખતાં કવિના હાથ ધ્રૂજે છે.
-કવિ શ્રી જુગલ દરજી
Jugal Darji