Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
હળદર અને ભોરિંગડીથી જાણો કેવી રીતે બનાવી શકો તમારું નસીબ
રસોડાંમાં આપણે હળદરનો રોજ ઉપયોગ કરીએ છે. મસાલામાં હળદર લોહીને શુદ્ધ કરીને સ્વાસ્થ્યમાં સુધાર લાવે છે તો આહાર પ્રદ, ટેસ્ટી ભોજન બનાવવું હળદર વગર શક્ય નથી. કહેવાય છે કે જે ઘરમાં હળદરનો ઉપયોગ રસોઈ બનાવવામાં ન થતો હોય ત્યાં વંશવૃદ્ધિ થવામાં મુશ્કેલી આવે છે. એ સિવાય હિંદુ ધર્મમાં પણ હળદરનું વિશેષ મહત્વ છે. હળદર અને કંકુંથી કરેલું પૂજન શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરાવે છે. તાંત્રિક પ્રયોગોમાં પણ હળદરનો પ્રયોગ થાય છે. ભોરિંગડીના મૂળ પારિવારિક બાબતોમાં શુભ ફળ આપે છે.
હળદર આમ તો દેવ ગુરુ બૃહસ્પતિનું કારકત્વ ધરાવે છે. જો કુંડળીમાં ગુરુ બળવાન ન હોય તો અનેક બાધાઓ આવે છે. પૂજનમાં તેના વિશેષ ઉપયોગથી અનેક બાધાઓ દૂર કરી શકાય છે. મહર્ષિ અંગિરાના પુત્ર બૃહસ્પતિ દેવ, વિદ્યા, બુદ્ધિ, સુખ અને સૌભાગ્ય, પરિવાર અને ભાગ્યનો કારક છે. જેનો ગુરુ બળવાન હોય તે શંકા વિના જ ભાગ્યશાળી હોય છે. જો ગુરુ બળવાન ન હોય તો હળદર સાથે જોડાયેલા ખાસ ઉપાય કરી શકાય છે.
હળદર સિવાય અન્ય વનસ્પતિઓ જેવી કે જળકુંભી અને ભોરિંગડીથી પણ ભાગ્યનો ઉદય કરી શકાય છે. તમારા શેરીના નાકે કે કોઈ વેરાન સ્થળે તમે બિલકુલ નાના- નાના અને કાંટાવાળા છોડ કે જેમાં પીળા ફૂલ ઉગતા હોય તે તમે જોયા હશે. આ છોડને ઉખેડીને તેના મૂળ ઘરમાં રાખવાથી પણ ગુરુ શુભ ફળદાતા બને છે. પારિવારિક સુખ શાંતિ મળે છે.
એ સિવાય જળકુંભી(તળાવના પાણીમાં કુદરતી ઉગી નિકળતી પહોળા પાન વાળી વનસ્પતિ) અને હળદરના ટૂકડાને એક પીળાં વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે.
જો તમે ઈચ્છો તો તમે પતિ-પત્ની વચ્ચે મીઠાં સંબંધો રહે, બંને વચ્ચે પ્રેમ વધતો રહે તો મહિનામાં એક વાર આખા શરીર પર મલાઈ અને હળદરનું બનાવેલું ઉબટન લગાવીને પછી નહાવું જોઈએ.
જો અવિવાહિત કન્યા શુક્લ પક્ષના 11 ગુરુવાર થોડી હળદર નાંખીને સ્નાન કરે તો તેમને ઝડપથી લગ્ન થઈ જાય છે. જો પતિથી પત્નીને દૂર રહેવું પડતું હોય તો આમ કરવાથી પતિસુખની પ્રાપ્તિ થાય છે.
જો વિવાહમાં વિધ્ન આવતા હોય તો દેવ ગુરુ બૃહસ્પતિની સામે ઘીનો દીવો કરીને હળદરનું તિલક લગાવવાથી તેમજ મહાદેવજીને ગણપતિને અને ગુરુ બૃહસ્પતિને પીળા ફૂલ ચઢાવવાથી તે દૂર થાય છે.
જો પારિવારિક શાંતિ અને ખાસ કરીને દંપતી વચ્ચે શાંતિ થાય તેમ ઈચ્છતા હોય તો કેસર વાળી પીળી બરફીનો પ્રસાદ ચઢાવો અને ૐ એઈમ્ ક્લીમ્ બૃહસ્પતયે નમઃ નો જાપ કરો. દોષ દૂર થઈ જશે.
આ ઉપરાંત ૐ બ્રું બૃહસ્પતયે નમઃ મંત્રનો જાપ કરવાથી પણ ગુરુ બળવાન અને શુભ બને છે.
ગુરુવારે શુભ મુહૂર્તમાં પીપળની સમિધાઓથી હવન કરો અને પારિવારિક ઝગડાઓ તેમજ શત્રુ પીડાથી મુક્તિ મળે છે.