હથેળીમાં આવું નિશાન આપે છે રાજયોગનું સુખ, શું તમારા હાથમાં છે આ ચિહ્ન
માનવીની હથેળી અનેક રહસ્યોથી ભરપૂર છે. વ્યક્તિની હથેળીમાં અનેક પ્રકારના ચિહ્નો જોવા મળે છે. અનેક નિશાનીઓ એવી હોય છે કે તમે એ વિશે ન જાણતા હોય પણ તે તમારા ભાગ્ય સાથે સંકળાયેલી હોય છે. જો હથેળીમાં ત્રિભુજ કે ત્રિકોણનું કોઈ ચિહ્ન બનેલું હો તો તે વ્યક્તિ જરૂર રાજયોગનું સુખ ભોગવે છે. આવો જાણો હથેળીના ખાસ ચિહ્ન વિશે…. તે હથેળીમાં કઈ જગ્યાએ કેવું આપે છે ફળ…
હથેળીમાં ક્યાંય પણ જો ત્રણ રેખાઓ ત્રિકોણ આકારે હોય અને એકમેકથી જોડાતી હોય તો તેને ત્રિભુજ કહેવામાં આવે છે. આ આકૃત્તિ સમુદ્રશાસ્ત્ર પ્રમાણે અતિ શુભ માનવામાં આવે છે. આવી વ્યક્તિ પ્રતિભાવાન અને ભાગ્યશાળી હોય છે.
હથેળી પર ત્રિભુજ એકદમ સ્પષ્ટ પણે દેખાતો હોય તો એટલો જ શુભ ફળદાયી હોય છે. જો ત્રિભુજ કપાયેલો કે ફાટેલો કે વાંકો-ચૂંકો હોય તો તે વ્યક્તિને એટલો ઓછો લાભ મળે છે.
હથેળીમાં જેટલો મોટો ત્રિકોણ કે ત્રિભુજ બનતો હોય એટલી વ્યક્તિ આગળ આવે છે. કેટલીક વાર આવી વ્યક્તિ શાસક, પ્રશાસક અને તેમાં નેતૃત્વ કરવાની ક્ષમતા રહેલી હોય છે. આવા વ્યક્તિ પોતાના જીવનમાં સારી રીતે સુખ-સુવિધાઓ ભોગવી શકે છે.
જો કોઈ વ્યક્તિની હથેળી પર ગુરુ પર્વતની ઉપર જ ત્રિભુજ બનતો હોય તો તે અતિ શુભ ચિહ્ન છે. બહું ઓછા લોકોની કુંડળીમાં આવો યોગ બનતો હોય છે.
શુક્ર પર્વત પર ત્રિભુજ કે ત્રિકોણ બનવાથી તે વ્યક્તિ સરળ અને મધુર સ્વભાવની હોય છે. આવી વ્યક્તિઓ જીવનમાં ઉચ્ચ સ્તર પર ઘણું સારું પ્રદર્શન કરે છે.
જો હથેળીમાં મધ્યભાગમાં ત્રિભુજ કે ત્રિકોણનું ચિહ્ન હોય તો વ્યક્તિ આંતરિક ઉન્નતિ કરે છે. તેનામાં અનેક સદગુણોનો વિકાસ થતો તેમજ માનસિક રીતે વધું કર્મ પ્રધાન થતી હોય છે. જો તમારી હથેળીના બરોબર મધ્ય ભાગમાં જ્યાં ખાડો પડે ત્યાં ત્રિકોણ કે ત્રિભુજનું નિશાન હૃદય રેખા, મસ્તિષ્ક રેખા અને જીવનરેખાના જોડાવાથી બનતો હોય અને તે અતિ સ્પષ્ટ હોય તો વ્યક્તિ હકીકતમાં ઉન્નતિ કરે છે. તે દિવસે ને દિવસે વધું ને વધું સુખી થાય છે.