અનેક માન્યતાઓ, પરંપરાઓ, શુકન-અપશુકન બતાવવામાં આવ્યા છે. જો કે આજના સમયમાં ઘણા લોકો શુકન અને અપશુકનને અંધવિશ્વાસ માને છે, પરંતુ પ્રાચીન સમયમાં આ વાતોનું ખાસ મહત્વ હતું. જો શુકન-અપશુકનની માન્યતા ઉપર વિશ્વાસ કરવામાં આવે છ
શુકન-અપશુકનનું પાલન કરવાથી વ્યક્તિને બધા સુખ-સમૃદ્ધિ ને ધન-દોલત પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં ઝાડુ જેવી સમાન્ય વસ્તુ માટે પણ અનેક શુકન અને અપશુકન બતાવવામાં આવ્યા છે. ઝાડુની આ વાતોની સીધી અસર આપણી આર્થિક સ્થિતિ ઉપર પણ પડે છે.
જો તમે ધન સંબંધી પરેશાનીઓનો સામનો કરી રહ્યા હોવ તો કોઈપણ શુભ દિવસે ઝાડુનો આ ઉપાય કરો. જે દિવસે આ ઉપાય કરવા માગતા હોવ તે પહેલા એક દિવસ પહેલા જ ત્રણ ઝાડુ બજારમાંથી ખરીદી લઈ આવો અને આ ત્રણ ઝાડુને કોઈ મંદિરમાં સાવાર-સવારમાં રાખી આવો. આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે મંદિરમાં ઝાડુ રાખતી વખતે કોઈ જોઈ ન જાય. મંદિરમાં ઝાડુ રાખીને ચુપચાપ પોતાના ઘરે પાછા આવી જાઓ, પાછળ ફરીને ક્યારેય જોવું નથી. પછી જુઓ થોડા જ દિવસોમાં તમારું કિસ્મત કેવી પલ્ટી મારે છે.
-શાસ્ત્રોમાં ઝાડુને મહાલક્ષ્મીનું જ સ્વરૂપ બતાવ્યું છે, કારણ કે તે આપણા ઘરમાંથી ગંદકી અને દરિદ્રતાને બહાર કાઢે છે. તેને લીધે જ ઝાડુનો પણ ક્યારેય નિરાદર ન કરવો જોઈએ. ક્યારેય પણ આપણા પગ ઝાડુને ન લગાવવા જોઈએ. તે અપશુકન માનવામાં આવે છે. એમ થાય તો મહાલક્ષ્મી રિસાઈ જાય છે.
-ઝાડુને ક્યારેય સળગાવવું પણ ન જોઈએ.
-પ્રાચીન સમયથી જ પરંપરા રહી છે કે દિવાળીના દિવસે ઝાડુ ચોક્કસ ખરીદવું જોઈએ. આને લીધે જ આજે પણ દિવાળી ઉપર ઝાડુ બધા લોકો ખરીદે છે. આ ઝાડુ આખુ વર્ષ ઘરની સાફ-સફાઈ કરવામાં આવે છે. આ બાબતમાં એવું માનવામાં આવે છે કે દિવાળી ઉપર નવું ઝાડુ લેવુ
આપણે જ્યારે પણ કોઈ નવા ઘરમાં પ્રવેશ કરીએ, તે સમયે નવું ઝાડુ લઈને જ અંદર જવું જોઈએ. તે શુભ શુકન માનવામાં આવે છે. તેનાથી દેવી-દેવતાઓની કૃપા આપણા ઘર ઉપર બની રહે છે. નવા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને બરકત બની રહે છે.
-જો ઘરમાં કોઈ નાનકડું બાળક હોય અને તે અચાનક ઝાડુ કાઢવા લાગે તો સમજી જવું જોઈએકે કોઈ તમારા ઘરમાં મહેમાન આવવાના છે.
હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે એકદમ સૂર્યાસ્તના સમયે ઝાડુ ન કાઢવું જોઈએ. એમ કરવાથી દરિદ્રતા ઘરમાં આવે છે અને મહાલક્ષ્મી તમારા ઘરમાંથી જતી રહે છે. સૂર્યાસ્ત પહેલા જ ઘરની સારી રીતે સાફ-સફાઈ કરી લેવી જોઈએ, કારણ કે સૂર્યાસ્તના સમયે મહાલક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરે છે અને જે ઘરોમાં સાફ-સફાઈ અને પવિત્રતા હોય છે ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે.
ઝાડુને ક્યારેય પણ ઘરની બહાર કે છત ઉપર ન રાખવું જોઈએ. તે અશુભ માનવામાં આવે છે ઝાડુને હંમેશા એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાંથી દેખાય નહીં. અથવા છુપાવીને જ રાખવું જોઈએ.
-ક્યારેય પણ ગાય કે અન્ય જાનવરને ઝાડુથી મારીને ભગાવવું ન જોઈ. તે ભયંકર અપશુકન હોય છે. એમ કરવાથી મહાલક્ષ્મી તમારા ઘરેથી ચાલી જાય છે.
કોઈપણ સદસ્ય કોઈ ખાસ કામેથી ઘરેથી નિકળી રહ્યું હોય તો તેને તરત જ ગયા પછી ઝાડુ ન લગાવવું જોઈએ. એમ કરવાથી તે વ્યક્તિને અસફળતાનો સામનો કરવો પડી શકે છે.
-ઝાડુને ભોજન કક્ષમાં કે જ્યાં આપણે ભોજન કરીએ છીએ ત્યાં ન રાખવું છે. તેનું વૈજ્ઞાનિક તર્ક એ છે કે ભોજનના સ્થાને જો ઝાડુ રાખવામાં આવે તો ઝાડુમાં ચિપકેલા નુકસાનકારક સૂક્ષ્મ કિટાણુ ભોજનની સાથે જ આપણા શરીરમાં પ્રવેશ કરી શકે છે.