Know The Two Places In Your Palm Which Tells You About Your Life Partner
હથેળીની આ બે સ્થિતિ જણાવશે, તમારો મનગમતો સાથી તમને મળશે કે નહી
લગ્ન દરેક વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લઇને આવે છે. જીવનના આ મહત્વપૂર્ણ અધ્યાયને શરૂ કરતાં પહેલાં મોટાભાગના વ્યક્તિઓને તે વ્યક્તિ વિશે જાણવાની ખૂબ જિજ્ઞાસા રહે છે જે લગ્ન પછી તેમની સાથે જોડાવવાનું છે એટલે કે તમારો લાઇફ પાર્ટનર.
હસ્તરેખા શાસ્ત્રમાં આવા જ થોડા યોગ વિશે જાણકારી આપવામાં આવી છે, જેના આધારે ભવિષ્યમાં તમારો પાર્ટનર કોણ બનશે તેના વિશે જાણી શકાય છે. આમાંથી થોડા યોગ મહિલા અને પુરૂષના હાથમાં મળી આવે તો એક જેવું જ પરિણામ આપે છે. પરંતુ હથેળીમાં થોડા નિશાન અને સ્થાન એવા પણ હોય છે જેનું પરિણામ પુરૂષ અને સ્ત્રી બંન્ને મુજબ બદલી જાય છે. આ સ્થાન હોય છે ગુરૂ પર્વત અને શુક્ર પર્વત. આજે આ લેખમાં અમે તમને આ યોગ અને ગુરૂ અને શુક્ર પર્વત વિશે જણાવીશું...
કોઇપણ વ્યક્તિના હાથમાં ગુરૂ પર્વત તે સ્થાન છે. જેનું ભરાવદાર હોવું એ વ્યક્તિના સદાચાર અને સારા ચરિત્રનો સંકેત આપે છે.
કોઇપણ યુવતીના હાથમાં ગુરૂ પર્વતની ઉન્નત સ્થિતિ તેને ગૃહસ્થીના કાર્યમાં ચતુર બનાવે છે. ગુરૂ પર્વતનું ઉન્નત થવું ભાગ્ય યોગ બને છે. જો ગુરૂ પર્વત ઉન્નત હોવાની સાથે-સાથે તેના પર ક્રોસનું નિશાન પણ બનતું હોય. જો આ સ્થિતિ હોવા પર મનપસંદ જીવનસાથી મળે છે. ક્રોસનું નિશાન જીવન રેખાની નજીક હોય તો વિવાહ જલ્દી થાય છે.
ગુરૂ પર્વત જણાવે છે સંતાન વિશેઃ-
યુવતી હોય કે યુવતી બંન્નેના હાથમાં ગુરૂ પર્વતનું ઉન્નત હોવું. સારા પારિવારિક જીવનની નિશાની હોય છે. આવા લોકોને સંતાનનું ઉત્તમ સુખ મળે છે.
શુક્ર પર્વતથી બને છે મનપસંદ જીવનસંગીનીનો યોગઃ-
જે પ્રકારે સ્ત્રીના હાથમાં ગુરૂ પર્વત વિવાહ વિશે જાણકારી આપે છે. તે જ પ્રકાર પુરૂષના હાથમાં શુક્ર પર્વત વિવાહની જાણકારી આપે છે. શુક્ર પર્વત અંગૂઠાની નીચેના ભાગમાં હોય છે.
શુક્ર પર્વત પર ઘણી આડી રેખાઓના હોવાથી વ્યક્તિના જીવનમાં કોઇ એક સ્ત્રીનો વિશેષ પ્રભાવ રહે છે. જે વ્યક્તિઓના હાથમાં શુક્ર પર્વત વધારે ઉઠેલો હોય છે. તે મહિલાઓ પ્રત્યે વધુ સરળતાથી આકર્ષિત થઇ જાય છે.
અંગૂઠાનું પહેલું વાઢિયું બલી હોય અને મસ્તક રેખા લાંબી હોય તો આવા વ્યક્તિઓ કામવાસના સંબંધી વિચારો પર અંકુશ રાખી શકે છે.
શુક્ર પર્વતની સારી સ્થિતિમાં હોવાથી મનપસંદ જીવનસંગિનીનો યોગ બને છે. શુક્ર પર્વત વધારે ઉઠેલો ન હોય કે ન વધારે દબાયેલો હોય. સાથે જ, જો તેની પર શુભ નિશાન હોય. તો આ સ્થિતિ હોવાથી વ્યક્તિને વૈવાહિક સુખ મળે છે.